દર વર્ષે આ તારીખે ઉજવવામાં આવશે આતંકવાદ વિરોધી દિવસ- ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર

છેલ્લા કેટલાક સમયથી દેશમાં સુરક્ષા દળોની સજ્જતાના કારણે આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, ગૃહ મંત્રાલયે(Central Home Ministry) દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ(Anti Terrorism…

છેલ્લા કેટલાક સમયથી દેશમાં સુરક્ષા દળોની સજ્જતાના કારણે આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, ગૃહ મંત્રાલયે(Central Home Ministry) દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ(Anti Terrorism Day) ઉજવવાનું મન બનાવી લીધું છે. સરકારે તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર જારી કરીને આ દિવસની ઉજવણી કરવા જણાવ્યું છે. પોતાના પત્રમાં ગૃહ મંત્રાલયે દર વર્ષે 21મી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ(21th May Anti-Terrorism Day) મનાવવાની વાત કરી છે.

21મી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે:
ગૃહ મંત્રાલયે પોતાના પત્રમાં કહ્યું છે કે, દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે. મંત્રાલયે તમામ સરકારી કચેરીઓને આ દિવસે આતંકવાદ વિરુદ્ધ શપથ લેવા જણાવ્યું છે. આને લગતો પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને મોકલવામાં આવ્યો છે.

આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે સરકારી કચેરીઓમાં આતંકવાદ સામે શપથ લેવડાવવામાં આવશે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ આતંકવાદ વિરુદ્ધ સંદેશ મોકલવામાં આવશે. આ સિવાય 21 મેના રોજ શનિવારના કારણે ઘણી સરકારી ઓફિસોમાં રજા રહેશે. આવી સ્થિતિમાં, પત્રમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં 20 મેના રોજ જ શપથ લેવડાવવામાં આવશે.

યુવાનોને જાગૃત કરવાનું કરાશે કામ:
ગૃહ મંત્રાલયના પત્ર અનુસાર, શપથ લેવાનો એક હેતુ દેશના યુવાનોને આતંકવાદ વિરુદ્ધ રાખવાનો પણ છે. આ દિવસોમાં તેમને આતંકવાદ અને હિંસાથી દૂર કરીને જાગૃત કરવાનું કામ કરવામાં આવશે. આ દરમિયાન યુવાનોને આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારની યોજનાઓથી પણ માહિતગાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *