તમિલનાડુ(Tamil Nadu)ના કુન્નુર(Coonoor) પાસે બુધવારના હેલિકોપ્ટર દુર્ઘટના(Helicopter crash)ના પ્રત્યક્ષદર્શી શિવકુમાર(Shivkumar)ને ખ્યાલ ન હતો કે ગંભીર મુશ્કેલીમાં ફસાયેલા સૈન્ય અધિકારી, પાણી માટે પૂછતા, દેશના ટોચના સૈનિક અને પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવત છે.
આ વ્યક્તિ મૃત્યુની થોડીક ક્ષણો પહેલા સીડીએસ રાવતને મળ્યો હતો.
એવી આશંકા છે કે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ જનરલ રાવત ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. સામાજીક કાર્યકર્તા શિવકુમાર ક્રેશ સાઇટ પર પહોંચનારા સૌ પ્રથમ હતા, જ્યાં બુધવારે સીડીએસ રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકોનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
હેલિકોપ્ટરમાં સવાર જનરલ રાવત સહિત 13 લોકોના મોત થયા હતા જ્યારે માત્ર એક જ વ્યક્તિ બચી હતી. શિવકુમારે જણાવ્યું કે અકસ્માત અંગે એક સંબંધીનો ફોન આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હેલિકોપ્ટરમાંથી જ્વાળાઓ નીકળી રહી હતી અને તે સ્પષ્ટ હતું કે અમે બધાને બચાવી શક્યા નથી, એમ તેમણે કહ્યું.
સળગતા હેલિકોપ્ટરમાંથી કુદ્યા:
તેમણે કહ્યું કે સળગતા હેલિકોપ્ટરમાંથી ત્રણ લોકો કૂદી પડ્યા અને વિસ્તારમાં હાજર લોકોએ ઘાયલોને બચાવવા માટે સંસાધનો શોધવાનું શરૂ કર્યું. તેઓને એક પછી એક બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. શિવકુમારે મીડિયાને જણાવ્યું કે, અમે જોયું કે તેમાંથી ત્રણ જીવિત હતા.
પોલીસ ઈન્સ્પેક્ટર આવ્યા ત્યારે પણ અમે તેમને શિફ્ટ કરવા માટે ધાબળા અને અન્ય ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. અમે તેમને ત્યાંથી ખસેડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મેં સામેની વ્યક્તિને કહ્યું કે અમે બચાવકર્તા અહીં પહોંચી ગયા છીએ અને તમે શાંત થાઓ, પછી તેમાંથી એકે મને થોડું પાણી આપવા કહ્યું.
તેણે કહ્યું કે ત્રીજા વ્યક્તિ બચાવકર્તાઓ શું કહી રહ્યા છે તે સાંભળવા સક્ષમ હતા, પરંતુ તે જવાબ આપી શક્ય નહીં. આ પછી એક આર્મી ઓફિસરે શિવકુમારને રાવતની તસવીર બતાવી અને જણાવ્યું કે તે કોણ છે.
શિવકુમારે કહ્યું કે, “હું નિરાશ હતો કે હું દેશના આટલા મોટા વ્યક્તિત્વને તરત જ પાણી ન આપી શક્યો. તેમણે કહ્યું કે બાદમાં રાવત સાથે જોડાયેલી અનેક વસ્તુઓ મળી આવી હતી . શિવકુમારે કહ્યું કે, પોલીસ અને સંરક્ષણ અધિકારીઓ તેમની પૂછપરછ કરી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.