ગયા મહિને 8 ડિસેમ્બરના રોજ, એક Mi-17V5 હેલિકોપ્ટર(Helicopter crash) તમિલનાડુ(Tamil Nadu)ના કન્નુર(Kannur) નજીક ક્રેશ થયું હતું, જેમાં જનરલ રાવત(General Rawat), તેમની પત્ની મધુલિકા, બ્રિગેડિયર એલએસ લિડર અને અન્ય દસ સંરક્ષણ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું. દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો સમાવેશ થાય છે.
દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ગાઢ વાદળોના કારણે અકસ્માતનો શિકાર બન્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાનું તપાસ પંચ આજે આ તપાસ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને માહિતી આપશે. સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગાઢ વાદળોને કારણે સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર રેલવે ટ્રેકને અનુસરી રહ્યું હતું. આ ક્રમમાં હેલિકોપ્ટર પહાડો સાથે અથડાયું હતું. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેલિકોપ્ટરના પાયલટ અને કો-પાયલટ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત હતા.
જનરલ રાવત અને અન્યોને લઈ જતું હેલિકોપ્ટર સુલુર એરફોર્સ સ્ટેશનથી ઉપડ્યું હતું અને લગભગ એક કલાક પછી ઉધગમંડલમના વેલિંગ્ટન ખાતે DSSC ખાતે ઉતરવાનું હતું. પરંતુ હેલિકોપ્ટર નીલગીરી જિલ્લાના પહાડી પ્રદેશમાં કુન્નુર નજીક કટેરી-નંજપ્પનચાથિરમ વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘાયલોને બચાવવા માટે સ્થાનિક લોકો સૌથી પહેલા મદદ માટે પહોંચ્યા હતા, જો કે, તેઓ ભડકતી જ્વાળાઓને કારણે પીડિતોને મદદ કરી શક્યા ન હતા અને અધિકારીઓને જાણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.