સરકારની મોટી જાહેરાત: રોડ અકસ્માતમાં પીડિતોને મળશે 1.5 લાખની કેશલેસ સારવાર, જાણો વિગત

Central Government Scheme: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત સરકાર માર્ચ-2025 સુધી રોડ અકસ્માતના પીડિતો માટે કેશીલેશ ટ્રીટમેન્ટ આપનારી એક સ્કીમ શરૂ થશે, જે નેશનલ લેવલ પર લાગુ કરવામાં આવશે. આના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત (Central Government Scheme) દુર્ઘટનાના સાત દિવસ સુધી પીડિત વ્યક્તિ 1.5 લાખ રૂપિયા સુધીની મેડિકલ સારવાર માટે પાત્ર થશે. આ સ્કીમ દરેક પ્રકારના રોડ પર ચાલતા વાહનની દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોને મળશે.

નેશનલ હેલ્થ ઓથોરિટી પોલીસ, હોસ્પિટલ અને રાજ્ય સ્વાસ્થ્ય સંસ્થા સાથે મળી આ પ્રોગ્રામને લાગુ પાડશે. તે એક આઇટી પ્લેટફોર્મ દ્વારા ઓપરેટ થશે, જે રોડ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયના ઈ ડીટેલ એક્સિડન્ટ રિપોર્ટ એપ્લિકેશન મેનેજમેન્ટ સીસ્ટમ સાથે જોડવામાં આવશે.

માર્ગ સુરક્ષા પર વાતચીત
પત્રકારો સાથે વાતચીત દરમિયાન રોડ સુરક્ષા માટે ચાલી રહેલ પ્રયત્નોની વાત કરી હતી. તેમાં ડ્રાઇવર માટે વાહન ચલાવવાના કલાકો વિશે પણ નિયમો લાગુ કરવામાં આવશે.

નિતીન ગડકડીએ દેશમાં ડ્રાઇવરોની 22 લાખની અછત છે. તેવી જાણકારી આપી હતી. બે દિવસના વર્કશોપમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય મહત્વના સુધારા-વધારા પર વાતચીત કરી. નિતીન ગડકરીએ સમગ્ર ભારતમાં ડ્રાઇવર ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ શરૂ કરવાનો પ્લાન પણ આપ્યો છે. તેમણે નવા નિયમો દ્વારા ઈ-રીક્ષા સુરક્ષામાં સુધારા વધારા પર ધાર મૂક્યો છે.

આ વર્કશોપ દરમિયાન ચર્ચા કરવામાં આવેલ અન્ય ઉપાયોમાં ટ્રક માટે સ્માર્ટ ડ્રાઇવર અસેસમેન્ટ સિસ્ટમ ચાલુ કરવી, વાહનો પર રેટ્રો રિફ્લેક્ટીવ ટેપ, મહિલા અને બાળકોની સુરક્ષા માટે વિહિકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ પુરા પાડવા વગેરે વસ્તુઓ સામેલ છે. 2025 માર્ચ સુધી તમામ કેશલેસ સર્વિસને દેશભરમાં સંપૂર્ણ રીતે લાગુ કરવાની આશા છે.