મહેસાણા / જંગભૂમિ બન્યું લગ્નસ્થળ… છુટ્ટા હાથે કર્યા ખુરશીના ઘા; જાણો શું છે સમગ્ર મામલો

મહેસાણા ગુજરાત: મહેસાણામાં રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. રોહિત સમાજ દ્વારા યોજવામાં આવેલા આ સમૂહ લગ્નમાં બે પક્ષો વચ્ચે કોઈ…

મહેસાણા ગુજરાત: મહેસાણામાં રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. રોહિત સમાજ દ્વારા યોજવામાં આવેલા આ સમૂહ લગ્નમાં બે પક્ષો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો, આ ઝઘડાય એટલું વિશાળ રૂપ લીધું હતું કે લગ્નમાં ખુરશીઓના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.

આ સમૂહ લગ્નમાં મંડપમાં હજારોની સંખ્યાઓમાં લોકો હાજર રહ્યા હતા અને અચાનક જ અહીં ખુરશીઓ ઉડવા લાગી હતી. આ ઘટનાથી લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી. બસ ગણતરીની મિનિટોમાં જ મંડપની અંદર 50થી વધુ ખુરશીઓ તૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના મામલે બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સામાપક્ષે ચિત્રોડીપુરા વસાહતમાં રહેતા મનોજ સેનમાએ ફરિયાદ નોંધાવતા કહ્યું કે, સમૂહ લગ્નમાં તે પાણીની બોટલો વેચવા માટે ગયો હતો. ત્યારે આયોજકોની મંજૂરી લીધી અને ત્યાર બાદ પાણી વેચવાની શરૂઆત કરી હતી. ત્યારે જૈમીન ચૌહાણે આવીને ગાળાગાળી શરુ કરી હતી. અને નજીકમાં પડેલી ખુરશીઓ ઉપાડીને મારવા લાગ્યો હતો. ખુરશીઓ ઉછળતા લોકોમાં રાડારાડી  થઇ ગઈ હતી.

આ ઘટનામાં સમૂહલગ્નમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા. આ સમગ્ર મારામારીની ઘટને ખુબજ ઉગ્ર સ્વરૂપ લઇ લીધું હતું. હાલ પોલસને આ મામલે બંને પક્ષોએ સામાસામી ફરિયાદ નોધાવી છે. હાલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *