ગુજરાતમાં જો કોઈ શ્રદ્ધા અને આસ્થા ધરાવતું હોય તો તે છે બાબા રામદેવ પીર મહારાજ. ગુજરાતમાં લાખો લોકો તેમના ભક્તો છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. તેઓ રણુંજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખાય છે. ચાલો જાણીએ રામદેવજીના એવા મંત્રોના જાપ વિશે જેના જાપથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
રામદેવજી નો જાપ.એ હરજી હાલો દેવળે, ને પુજવા રામાપીર
એ કોઢીયાના કોઢ મટાડ્યા, બાબો સાજા કરે શરીર
હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
હેલો મારો સાંભળો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
એ વાણીયોને વાણીયણ ભલી રાખી ટેક,
પુત્ર જુલસે પારણે તો જાત્રા કરશુ એક.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
વાણીયોને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉચી ઉચી ઝાંડીયુને વસમી છે વાટ,
બે હતા વાણીયાને ત્રીજો થયો સાથ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉંચા ઉંચા ડુંગરાને વચમાં છે ઝોર,
મારી નાખ્યો વાંણીયોને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉભી ઉભી અબળા કરે રે પોકાર
સોગઠે રમતા પીરને કાને ગયો સાદ.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
લીલુડો છે ઘોડલોને હાથમાં છે તીર,
વાણીયાને વહારે થયા રામદેવ પીર.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉઠ ઉઠ અબળા ધડ-માથુ જોડ,
ત્રણે ભુવનમાંથી શોધી લાવુ ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દહાડા ખઈશ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
આંખે કરુ આંધળોને ડીલે કાઢું કોઢ,
દુનિયા જાણે પીર રામદેવનો ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ગાઈ દલુ વાણીયો ભલી રાખી ટેક,
આજ રણુંજામાં લીધો વાણીયા એ ભેખ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી.
બાબા રામદેવ પીર મહારાજ આજે પણ તેઓ ચમત્કાર બતાવીને પોતાના ભક્તોને ચમત્કારની અનુભૂતિ કરાવતા રહે છે. એવું માનવામાં આવે છે કે, બાબા રામદેવજીના આદેશ પર વાણિયા બોયટા દ્વારા પરચા બાવડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં આવે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે.
રૂણીચા કુવો:
રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી દ્વારા નિર્મિત એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને નવીનતમ છોડોનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત: ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે બાબા રામદેવજીએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું. ત્યારથી જ આ સ્થળ રાણી સા નો કુવોનાં રૂપમાં ઓળખાવા માંડ્યું. પરંતુ, ઘણી સદીઓથી અપભ્રંશ થઇ થઇને એ રુણીચા કુવામાં પરિવર્તિત થઇ ગયું.
ડાલીબાઈની જાળ:
ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી. એ સ્થળ મંદિરથી 3 કિલોમીટર દૂર NH-15 પર સ્થિત છે. કહેવાય છે કે, રામદેવજી જ્યારે નાનાં હતાં ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું. બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી. ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોનાં ઉદ્ધાર કરવાં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું. આજ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું.
પંચ પીપળી:
પંચ પીપળી એ જગ્યા છે જ્યાં બાબાએ મક્કાના પાંચ પીરને એમના કટોરા કે જે તેઓ મક્કા ભૂલી આવ્યાં હતાં એમાં ભોજન કરાવ્યું હતું. આ જ પાંચ પીરોના કારણે પાંચ પીપળાના વૃક્ષો ઉગ્યા અને બાબા રામદેવજીને પીરોના પીર રામસાપીરનું બિરુદ પણ મળ્યું. આ સ્થળ મંદિરથી 12 કિમી દૂર એક ગામમાં આવેલું છે. અહિયા એક નાનું મંદિર અને તળાવ પણ છે. બાબાએ બાળપણમાં અહીં ગુરુ બલિનાથજી પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. આ એજ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવાં હેતુ છુપાવાનું કહ્યું હતું.
રામદેવરા આવતા લાખો ભક્તો બાબાના ગુરુ મહારાજના દર્શન કરવા અવશ્ય જાય છે. ભૈરવ રાક્ષસ ગુફા, બાબા રામદેવે બાળપણમાં ભૈરવ નામના રાક્ષસના આતંકમાંથી તમામ લોકોને મુક્ત કર્યા હતા. તે ભૈરવને બાબાએ આજીવન ગુફામાં કેદ કરી દીધો હતો. આ ગુફા પોખરણ પાસે મંદિરથી 12 કિમીના અંતરે આવેલી છે.આ ગુફા એક પહાડી પર આવેલી છે. અહીં તરફ જવા માટે એક પાકો માર્ગ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.