ઘણીવાર ધ્વંસ થયા બાદ પણ આજે અડીખમ ઉભા છે ચમત્કારી મંદિર. મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમશંકર, કાશીવિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, ધૃષ્ણેશ્વર, નાગેશ્વરનો સમાવેશ થાય છે. શાસ્ત્રો મુજબ જો દરરોજ આ 12 જ્યોતિર્લિંગનું માત્ર નામ પણ લેવામાં આવે તો આપણા બધાં દુઃખો નષ્ટ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ 12 જ્યોતિર્લિંગના સ્ત્રોતનું જપ પણ કરી શકાય છે જે નીચે મુજબ આપવામાં આવેલ છે.બાર જ્યોતિર્લિંગના સ્ત્રોત-
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्॥1॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥2॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घृष्णेशं च शिवालये॥3॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥4॥
આ બાર જ્યોતિર્લિંગના સ્ત્રોતના જપ માત્રથી વ્યક્તિને શિવજીની સાથે બીજા ઘણા દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જે કોઈ વ્યક્તિ દ્વારા આ જ્યોતિર્લિંગના સ્ત્રોતનું જપ કરે છે તેને મહાલક્ષ્મીની કૃપા હમેશાં પ્રાપ્ત થાય છે.
આ 12 જ્યોતિર્લિંગમાં પહેલુ જ્યોતિર્લિંગ સોમનાથ છે. પ્રાચીનકાળમાં સોમનાથ મંદિર સોનાનું હતું. ત્યાર પછી રાવણ દ્વારા ચાંદી વડે આ મંદિર બનાવવામાં આવ્યું. મોગલકાળમાં પણ આ મંદિર વારંવાર ધ્વંસ થયું અને તેમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. સોમનાથ જ્યોતિર્લિંગ ભારતના પશ્ચિમમાં અરબ મહાસાગરના કાંઠે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. સોમનાથ મંદિર વેરાવળ દ્વીપથી અંદાજે સાત કિલોમીટર દૂર પૂર્વ દિશામાં સ્થિત છે. આ સોમનાથ જ્યોતિર્લિંગ સ્વયં પ્રગટ થયું છે.
હિન્દુ ધર્મમાં માત્ર શિવ જ એવા દેવતા છે. જેમની પ્રતિમા અને લિંગ રૂપમાં પૂજા કરવામાં આવે છે. લિંગ એટલે થાય છે ચિહ્ન. પ્રતિમા પૂજન સાકાર પૂજા છે જયારે લિંગ પૂજન નિરાકાર પૂજા છે. એવું કહેવાય છે કે આ તમામ 12 જ્યોતિર્લિંગ ભૂમિમાંથી સ્વયં રીતે પ્રગટ થયા છે. આ લિંગોનો સંબંધ જ્યોતિષ વિદ્યાથી સાથે પણ છે. જેથી તેને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લિંગ પૂજામાં પાર્વતી અને શિવ બન્નેની પૂજા કરવામાં આવે છે.
मूला ब्रह्मा तथा मध्ये विष्णुस्त्रि भुवनेश्वर:।
रुद्रोपरि महादेव: प्रणवाख्य सदा शिव:॥
लिंग देवी महादेवी लिंग साक्षान्महेश्वर:।
तथो सम्पूज्यनान्निस्यं देवी देवश्च पूजितौ॥
અર્થાત લિંગના મૂળ ભાગમાં બ્રહ્મા, મધ્યમાં, વિષ્ણુ અને ઉપર ઓમકારરૂપી મહાદેવ છે. વેદીમાં મહાદેવી અને લિંગ મહાદેવ છે. આ રીતે લિંગ પૂજા કરવામાં આવે ત્યારે બધાંની પૂજા થઈ જાય છે.
શિવપુરાણ મુજબ પ્રાચીનકાળમાં રાજા દક્ષે પોતાની 27 પુત્રીઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા. જેમાંથી ચંદ્રદેવ રોહિણીને સૌથી વધુ પ્રેમ કરતાં હતા. રાજા દક્ષને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ક્રોધિત થઈને ચંદ્રદેવને ક્ષયરોગી થવાનો શ્રાપ આપ્યો હતો. જેથી કેટલાક સમય બાદ ચંદ્રદેવને ક્ષયરોગ થયો હતો. જેના નિવારણ માટે બ્રહ્માજીના કહેવાથી ચંદ્રદેવે સોમનાથ જ્યોતિર્લિંગવાળા સ્થાન પર ભગવાન શિવની આરાધના કરી. જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ ચંદ્રદેવને કૃષ્ણ પક્ષમાં ક્ષીણ અને શુક્લ પક્ષમાં પૂર્ણ થવાનો વરદાન આપ્યું હતું. ચંદ્રમાં સોમના નામ પરથી જ આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ જ્યોતિર્લિંગ પડ્યું.
એવું માનવામાં આવે છે કે સોમએ સોનાથી આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ આ મંદિરને ધ્વંસ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાવણે અહીં ચાંદીનું મંદિર બનાવ્યું હતું. આ મંદિર પણ નષ્ટ થયા બાદ ભીમદેવે પત્થરથી આ મંદિર બનાવ્યું હતું. ઈ.સ. 1025માં મહંમદ ગઝનીએ આ મંદિર પર હુમલો કર્યો હતો અને તમામ સંપત્તિને લુટી લીધી હતી. ત્યારબાદ ઔરંગઝેબના સમયમાં પણ મોગલોના આક્રમણ લૂંટને કારણે આ મંદિર ધ્વંસ અને મંદિરનું પુનઃનિર્માણ થતું રહ્યું. ઈ.સ. 1947માં તત્કાલીક નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરનું પુનઃનિર્માણ શરૂ કરાવ્યું હતું. ઈ.સ. 1951માં રાષ્ટ્રપિતા ડો. રાજેન્દ્ર પ્રસાદે પુનઃ જ્યોતિર્લિંગની સ્થાપના કરાવી અને 1955માં આ મંદિરને રાષ્ટ્રને હસ્તગત કરવામાં આવ્યું.
દર્શન અને પૂજાથી રોગ મટે છે:
એવી માનવામાં આવે છે કે સોમનાથના પૂજન-દર્શન માત્રથી વ્યક્તિને કોઢ રોગ અને ક્ષય રોગ મટી જાય છે. અહીંના કુંડમાં 6 મહિના સ્નાન કરવાથી અસાધ્ય રોગ પણ દુર થઈ જાય છે. સોમનાથના દર્શન માટે કોઈપણ સમયે જઈ શકાય છે, પરંતુ ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે જવું ઉત્તમ માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.