મોંઘવારી હાલ ગૃહિણીઓની કમર ભાંગી રહી છે. રસોડામાં વપરાતી બધી જ વસ્તુઆનાં ભાવમાં વધારો થયો છે. ઘરમાં હાલ રસોઇ બનાવવી પણ મોંઘી થઇ છે કારણ કે દૂધ, તેલ, શાકભાજી, કઠોળ સહિતના તમામ વસ્તુઓના ભાવમાં વઘારો નોંધાયો છે.
જયારે ગ્રાહકોને હવે દૈનિક વપરાશમાં લેવાતી વસ્તુઓ માટે ખિસ્સા વધારે ઢીલા કરવા પડે છે. ઘઉં, પામોલિન ઓયલ અને પેકેજીંગ ફુડ સહિતના સામાનના ભાવમાં ઉછાળો થવાથી FMCG કંપનીઓએ પણ પોતાના ઉત્પાદનની કિંમતોમાં વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાથી તમામ ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હાલ PNG ગેસના ભાવમાં પણ વધારો થયો છે.
ચરોતર ગેસ દ્વારા CNG પછી PNG ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ચરોતર ગેસ દ્વારા PNG ગેસમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. આણંદ જિલ્લાના 50થી વધુ ગામમાં ચરોતર ગેસ PNG સપ્લાય થાય છે. છેલ્લા 12 દિવસની અંદર PNG ગેસમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક તરફ શાળાની હાઇ ફી તો બીજી તરફ જીવન જરુરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવાને કારણે મધ્યમવર્ગેના પરિવારોને પીસાવાનો વારો આવી ગયો છે.
ગુજરાતે ગેસના વધાર્યા ભાવ:
ગુજરાત ગેસ દ્વારા હાલ PNG ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. PNG ગેસમાં પ્રતિ યુનિટ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગૃહિણીઓ તરફથી ફરિયાદ છે કે રાંધણગેસમાં સબસીડી આપવામાં નથી આવતી તો બીજી તરફ PNG ગેસની કિંમત દિવસેને દિવસે વધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.