વેનેઝુએલા(Venezuela): ભારતમાં પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોટાભાગના શહેરોમાં એક લિટર પેટ્રોલ માટે 100 રૂપિયા ચૂકવવા પડે છે અને જો પેટ્રોલના ભાવમાં થોડો પણ ઘટાડો નોંધાઈ તો તે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય છે. તે જ સમયે, એવા ઘણા દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત પાણી કરતા ઓછી છે. હા, ઘણી જગ્યાએ પેટ્રોલ ખૂબ સસ્તામાં મળી રહ્યું છે. વેનેઝુએલા(Venezuela)માં તો પેટ્રોલ એટલું સસ્તું છે કે જો તમે ત્યાં તમારી કારમાં પેટ્રોલ ભરો છો, તો તમે કારની ટાંકી માત્ર 50 રૂપિયામાં ફૂલ કરાવી શકો છો, ભારતમાં તો તમને આટલી કિંમતમાં માત્ર અડધો લીટર જ પેટ્રોલ મળી શકે છે. આવી સ્થિતિમાં જાણો અહીં પેટ્રોલની કિંમત સાથે જોડાયેલી ખાસ વાતો.
વેનેઝુએલા વિશ્વનો એવો દેશ છે જ્યાં તમે ભારતીય ચલણમાં માત્ર 21 પૈસા ચૂકવીને એક લિટર પેટ્રોલ ખરીદી શકો છો. વેબસાઇટ www.globalpetrolprices.com અનુસાર, વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત $ 0.02 છે અને ડીઝલના ભાવ જાણીને તમને આખે અંધારા આવી જશે. વેનેઝુએલામાં ડીઝલ $ 0 માં વેચાય રહ્યું છે. વેનેઝુએલાના ચલણમાં પેટ્રોલની કિંમત 5000 બોલિવર પ્રતિ લિટર છે.
જો તમે ભારતીય રૂપિયામાં $ 0.02 ની ગણતરી કરો છો, તો આ કિંમત માત્ર 1.45 રૂપિયા આવે છે. પરંતુ જો આપણે ભારતીય ચલણની સરખામણી વોલીવિયન બોલિવર સાથે કરીએ તો આ કિંમત પ્રતિ લિટર માત્ર 21 પૈસા છે. આનું કારણ એ છે કે, અત્યારે, 23733.95 બોલિવર એક ભારતીય રૂપિયામાં આવે છે.
વેનેઝુએલામાં, પેટ્રોલની કિંમત ઘણીવાર પાણીની બોટલની કિંમત કરતા પણ ઓછી રહી છે. વેનેઝુએલા એક સમયે ખૂબ સમૃદ્ધ દેશ હતો. સસ્તા પેટ્રોલ વેચવામાં વેનેઝુએલા પછી ઈરાન આવે છે. ઈરાનમાં પેટ્રોલ 4.49 પૈસા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. તે પછી અંગોલા છે જ્યાં પેટ્રોલ 17.82 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. સસ્તું પેટ્રોલ વેચવાની બાબતમાં અલ્જેરિયા ચોથા નંબરે છે. અત્યારે અહીં પેટ્રોલ 25.15 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.