દેશભરમાં ધામધૂમથી ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, આ ખાસ પ્રસંગે વિવિધ સ્થળોએ ગણેશજીની સુંદર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ બનાવવાનો ટ્રેન્ડ ખુબ જ વધ્યો છે. આવી સ્થિતિમાં રસોઇયાઓથી માંડીને મૂર્તિ બનાવનારાઓ દરેક પોતાની મૂર્તિઓમાં અનોખા પ્રયોગો કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં આ ગણપતિ બાપ્પાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
10 દિવસમાં મૂર્તિ તૈયાર
આજે સમગ્ર સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ વગેરે પર માત્ર અને માત્ર ગણપતિ બાપ્પાની સ્થાપન તસ્વીરો અને ગણપતિ બાપ્પા મોર્યાના પડઘા સંભળાઈ રહ્યા છે. હરજિંદર સિંહ કુકરેજા નામના જાણીતા ચોકલેટરે ગણેશની એક ખાસ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 10 દિવસ લાગ્યા હતા. તેણે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ ખાસ ચોકલેટ ગણપતિ બનાવવા માટે 10 રસોઇયાઓએ 10 દિવસ માટે યોગદાન આપ્યું છે. એટલું જ નહીં, આ મૂર્તિ બનાવવા માટે 200 થી વધુ બેલ્જિયન ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 1 લાખ 35 હજારથી વધુ વ્યુઝ મળ્યા છે. દરેક વ્યક્તિ હરજિંદર સિંહ કુકરેજાના આ કાર્યની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.