છત્તીસગઢ(Chhattisgarh)ના બિલાસપુર(Bilaspur)માં ચણા અને સિમેન્ટથી ભરેલી બે ટ્રકો અથડાયા હતા. આ અકસ્માત(Accident)માં ચણાલઈને જતી ટ્રકના ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે ઘાયલ ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અહીં વહેલી સવારે ટ્રકમાં ભરેલી ચણાની ગુણો લૂંટવા માટે લોકોમાં હરીફાઈ જામી હતી. જોત જોતામાં લોકોએ ચણાની 982 ગુણો લઈને ચાલ્યા ગયા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગામલોકો એક ટ્રકમાં ચણાની ગુણો લઈ જતા જોવા મળે છે.
#WATCH | Chhattisgarh | People stole gram (Chana) sacks from a truck after it met with an accident with another truck in Bilaspur pic.twitter.com/VM3w8kV3Xb
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 27, 2022
આ ઘટના શહેરના બેલમુંડી વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રકમાં ચણા ભરેલી કુલ 982 ગુણો રાખવામાં આવી હતી. આજુબાજુના ગ્રામજનોને જાણ થતાં જ ટ્રકની અંદર ચણા ભરેલી ગુણો રાખવામાં આવી છે, ઘણા લોકો સ્થળ પર પહોંચી ગયા અને ગુણો ઉપાડીને ઘરે લઈ જવા લાગ્યા.
આ જ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ટ્રકની ઉપર ચઢી રહ્યા છે. તેઓ બોરીઓ નીચે ફેંકી રહ્યા છે અને નીચે ઊભેલા લોકો તેમને લઈ જઈ રહ્યા છે. તો સાથે સાથે અનેક લોકો પોતે પણ ટ્રકમાંથી ગુણો લઈ જઈ રહ્યા છે. સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ ટ્રકમાંથી ચણા ગાયબ થઈ જતાં પેઢીના માલિકે પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો પણ નોંધાવ્યો છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોને ખબર પડતા જ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને ચણાની ગુણો લઈને ત્યાંથી ચાલતી પકડી હતી. વિડીયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે લોકો ચણાની ગુણોને લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.