કોરોનાને લીધે અનેક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણમાં ખુબ ઝડપથી સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે જ તેના ઘાતક પરિણામ પણ સામે આવી રહ્યા છે.
ફક્ત 10 દિવસમાં જ એક હસતો-રમતો પરિવાર બરબાદ થઈ ગયો છે. પરિવારમાં દંપતિ સહિત તેમના 2 દિકરાનું મોત નીપજ્યું છે. જ્યારે પરિવારમાં હજુ પણ પૌત્ર તથા તેમના 2 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. 78 વર્ષીય હરેન્દ્ર સિંહ રાવત અગાઉથી જ કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોરોનાને લીધે તેમનું 16 માર્ચના રોજ મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેમના 51 વર્ષીય દીકરા મનોજ સિંહ રાવત પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન 21 માર્ચના રોજ તેમનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ હરેન્દ્ર સિંહના 70 વર્ષીય પત્ની કૌશલ્યા રાવતનું સંક્રમણને લીધે 25 માર્ચના રોજ તેમજ ત્યારબાદ 44 વર્ષીય દીકરા મનીષનું તે જ દિવસે સાંજે મોત નીપજ્યું હતું. જેને લીધે સંપૂર્ણ પરિવારનો માળો વેર-વિખેર થઈ ગયો હતો. સંપૂર્ણ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પરિવારજનોએ સરકાર પાસે માંગી આર્થિક મદદ :
રાવત પરિવારના સંબંધીએ સમગ્ર વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, મનોજ સિંહ રાવતે 4 માર્ચે વેક્સિનનો સૌપ્રથમ ડોઝ લીધો હતો. રાવત પરિવારના સભ્યોના અચાનક નિધનને લીધે તેમને ખૂબ આઘાત લાગ્યો છે. તેમણે રાજ્ય સરકારને આર્થિક સહાય માટે મદદ કરવા જણાવ્યું છે. હાલમાં તેમની વહુ તથા પૌત્ર પણ કોરોનાથી સંક્રમિત છે.
છત્તીસગઢમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ દુર્ગ વિસ્તારની છે. છેલ્લા એક અઠવાડિયામાં 3,921 જેટલા લોકો સંક્રમિત થઈ ચુક્યા છે તેમજ અંદાજે 35 લોકોના મોત નીપજ્યા છે. ટ્વિનસિટીએ નવા સતત વધતા જતાં કેસોમાં કેટલાંક રેકોર્ડ તોડી નાંખ્યા છે. મોટા શહેરોની તુલનામાં પણ દુર્ગમાં કેસો સતત વધતાં જઈ રહ્યાં છે. આ આંકડો ખુબ ચોંકાવનારો છે. છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલ ભિલાઈમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.