ચિદમ્બરમના 2-5 દેશમાં નહિ, પરંતુ આટ-આટલા દેશોમાં ખોલીને બેઠા છે બેન્ક એકાઉન્ટ. જાણી ચોંકી જશો.

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈના સકંજામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને લઈને ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)દ્વારા પણ એક પછી એક ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે.

ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં કહ્યુ છે કે, ચિદમ્બરમ અને આ કેસના બીજા આરોપીઓના બે-પાંચ દેશમાં નહી પરંતુ પુરા બાર દેશમાં બેન્ક એકાઉન્ટ ખોલીને બેસી ગયા છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઈલેડન્, ફ્રાંસ, ગ્રિસ, મલેશિયા, મોનાકો, ફિલિપાઈન્સ, સિંગાપુર, સાઉથ આફ્રિકા, સ્પેન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ દેશમાં તેમની પ્રોપર્ટીઓ પણ છે. બોગસ કંપનીઓ ઉભી કરીને આ બેન્ક એકાઉન્ટમાં નાણાની હેરાફેરી કરાતી હતી.

ઈડીએ તો ચિદમ્બરમને જામીન નહી આપવા માટે અપીલ કરતા એમ પણ કહ્યુ હતુ કે, ચિદમ્બરમ પૂરાવા સાથે છેડછાડ કરવા માટે અને આ કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે પણ ધમપછાડા કરી રહ્યા છે. સાક્ષીઓની સુરક્ષા માટે પણ ચિદમ્બરમને જામીન ના મળે તે જરૂરી છે.

12 દેશોમાં છે ચિદમ્બરમના બેંક એકાઉન્ટ:

આર્જેન્ટિના

ઓસ્ટ્રિયા

બ્રિટિશ વર્જિન આઈલેડન્

ફ્રાંસ

ગ્રિસ મલેશિયા

મોનાકો

ફિલિપાઈન્સ

સિંગાપુર

સાઉથ આફ્રિકા

સ્પેન

શ્રીલંકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *