ચારાકૌભાંડના આરોપી RJDના સુપ્રીમો તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતાં તેમના પરિવારના લોકો રાંચી પહોંચ્યા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ, દીકરો તેજ પ્રતાપ તથા દીકરી મીસા ભારતી લાલુ યાદવની ખબર જાણવા માટે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં આવી ગયાં છે.
જ્યાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. લાલુની સ્થિતિ ખુબ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. લાલુ યાદવને મળવા માટે આવેલ તેજસ્વી યાદવે રિમ્સમાંથી બહાર નીકળતી વખતે જણાવ્યું હતું કે, અમારો પરિવાર પિતા માટે ખુબ સારી સારવાર ઈચ્છે છે. રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર્સનું જણાવવું છે કે, તેમની અહીં જ સારવાર કરવામાં આવશે. તેમની હાલત ખુબ ગંભીર છે.
25% જ કામ કરે છે લાલુની કિડની :
ડોકટર ઉમેશ પ્રસાદના મત મુજબ યાદવની કિડની માત્ર 25% જ કામ કરે છે. પહેલાની સરખામણીમાં 10% ઘટાડો નોંધાયો છે. જો 10-12 વધારે ખરાબ થશે તો લાલુને ડાયાલિસિસની જરૂર પડશે. સતત 2 વર્ષ સુધી ઈન્સ્યુલિન તથા ડોકટર્સની નજર હેઠળ કિડનીએ યોગ્ય કામ કર્યું હતું પણ હવે ફરીથી તેમની કિડની વધુ ખરાબ થઈ ગઈ છે.
લાલુ પ્રસાદને ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટની બીમારી, ક્રોનિક કિડની ડિઝીઝ (સ્ટેજ થ્રી) જેવી કેટલીક બીમારીઓની સારવાર કરાવી રહ્યાં છે ત્યારે હાલમાં એમની હાલત ખુબ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.
છેલ્લાં અઢી વર્ષથી RIMSમાં દાખલ છે લાલુ :
લાલુ ઝારખંડની સૌથી મોટી હોસ્પિટલ RIMSમાં સૌથી વધારે દિવસ સુધી સારવાર કરાવનાર દર્દીમાંનાં એક છે. તેઓ અહીં છેલ્લાં અઢી વર્ષથી સારવાર હેઠળ છે. રિમ્સ આવતા અગાઉ તેઓ AIIMSમાં દાખલ હતા. 29 ઓગસ્ટ વર્ષ 2018નાં રોજ લાલુને રિમ્સની કાર્ડિયોલોજી બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
કાર્ડિયોલોજી વિભાગમાં શ્વાનના ભસવાના અવાજને લીધે પરેશાન થયા પછી તેઓને 5 સપ્ટેમ્બરનાં રોજ રિમ્સના પેઈંગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટ વર્ષ 2020નાં રોજ RJD સુપ્રીમને કોવિડ સંક્રમણના ભયથી રિમ્સના કેલી બંગલામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle