ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી ગઈ હતી. સીએમ કેજરીવાલને કાલથી હળવો તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ છે. હવે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તમામ મીટીંગ કેન્સલ કરવામાં આવી છે અને સીએમ કેજરીવાલ સાથે કોઈ ની મુલાકાત નથી થઈ. તેણે પોતાને આઇસોલેટ કરી લીધી છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. મંગળવારે જ દિલ્હીના સીએમની કોવિડ -19 ની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ ગળામાં દુખાવો અને તાવની ફરિયાદ બાદ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. 51 વર્ષીય મુખ્ય પ્રધાને હળવા તાવ અને ગળામાંથી પીડાતા પોતાને સેલ્ફ અઈસોલેટ કર્યા હતા. કેજરીવાલ રવિવાર બપોર પછીથી કોઈ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા ન હતા. આપના ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ કોરોના તપાસ નેગેટીવ આવવાની માહિતી આપી હતી.
આ પહેલા મંગળવારે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના રીપોર્ટ ના સેમ્પલ આપ્યા હતા. મુખ્યમંત્રીએ પહેલાથી જ તમામ સરકારી કાર્યક્રમો અને બેઠકોથી પોતાને અલગ કરી લીધા હતા. સોમવારે તે કોઈ અધિકારીને મલ્યા નહોતા. મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને જ સેલ્ફ આઈસોલેટ થયા હતા.
દિલ્હી સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે મુખ્ય પ્રધાને કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠકમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સહિત કેટલાય પ્રધાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ વિજય દેવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે તાવ પછી મુખ્યમંત્રીએ તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news