ઓનલાઈન અભ્યાસ માટે પુત્રને લઇ આપ્યો મોબાઈલ, પરંતુ ચાલુ કરી PUBG- પિતાએ રમવાની ના પાડી તો દીકરાએ…

ગઈકાલના રોજ સરકારે PUBG ગેમ સહિત 118 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઘણા બાળકો ઓનલાઇન અભ્યાસ બાદ મોબાઇલમાં PUBG જેવી ગેમના રવાડે ચઢી રહ્યા છે. ત્યારે આ કિસ્સો ઓનલાઈન એજ્યુકેશનના કારણે બાળકોને સ્માર્ટ ફોન આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કહી શકાય. વાલીઓ નાની ઉંમરે બાળકોને સ્માર્ટફોન આપે છે. PUBG રમવા બાબતે આણંદના ઉમરેઠ તાલુકાના (Sureli Village Anand) સુરેલી ગામે એક કિશોરે (boy Commited suicide over PUBG)આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે.

હાલમાં ઑનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોને સ્માર્ટફોન આપવા ફરજિયાત છે ત્યારે વાલીઓએ આ પાસાનો વિચાર ખાસ કરવા જેવો છે. મળતી મળતી માહિતી અનુસાર, PUBG ગેમના કારણે રાજ્યમાં અને દેશમાં અનેક બાળકોએ પોતાની જિંદગી ટૂંકાવી છે. ત્યારે આજે આણંદના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં રહેતા શિક્ષક પિતાએ ગેમ રમવાની ના પાડતા 16 વર્ષના કિશોર ડાંગરમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી અને જિંદગી ટૂંકાવી હતી. યુવકે મંગળવારે બપોરે પોતાના ઘરે ડાંગરમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી.

ઝેરી દવા પી લીધા બાદ તે ઘરમાં જતો રહ્યો હતો. બાદમાં તેને ઉલટીઓ શરૂ થતાં જ તે ભોંય પર આળોટવા લાગ્યો હતો. આ અંગેની જાણ પરિવારજનોમાં થતાં જ તેમણે તુરંત જ ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે આણંદની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ ત્યાં હાજર લોકોએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી.

માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે 16 વર્ષના કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જે કિશોરે આપઘાત કર્યો તે તેના માતા-પિતાના એકનો એક લાડકવાયો દીકરો હતો. ત્યારે પુત્રના મોતથી માતા-પિતામાં પણ દુખની લાગણી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *