ચીન: હાલમાં પૂર્વી લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) પર ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાતચીત ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. પરંતુ, બીજી બાજુ એવા અહેવાલ છે કે બેઇજિંગ દ્વારા સરહદ પર સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ચીનની આ કાર્યવાહીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા પણ સરહદ પર 50 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ભારત અને ચીન બંને તરફથી એલએસી પર સૈન્યની આટલી મોટી તૈનાતી એક મોટા સૈન્ય સંકટ તરીકે જોવામાં આવી રહી છે.
વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે ગયા વર્ષે ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને ત્યાં તૈનાત સૈનિકોની સંખ્યા કરતાં 15,000 વધુ સૈનિકોને સરહદ પર મોકલવામાં આવ્યા છે. સમાચારમાં ગુપ્તચર અને સૈન્ય અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ) દ્વારા ચાલુ વાટાઘાટો વચ્ચે પૂર્વી લદ્દાખના તણાવવાળા વિસ્તારની આસપાસ સૈનિકોની સંખ્યા વધારીને 50,000 થી વધુ કરી દેવામાં આવી છે. જે ભારત માટે નિશ્ચિતરૂપે ચિંતાનો વિષય છે. આ સાથે જ સરહદ વિવાદને હલ કરવાના ચીનના હેતુ પર પણ સવાલો ઉભા થયા છે.
જાણવા મળ્યું છે કે, લદ્દાખમાં એલએસીની સાથે ચીનનો સામનો કરવા ભારતે અતિરિક્ત સ્ટ્રાઈક કોર્પો તૈનાત કરવામાં આવ્યા છે. મથુરાની વન સ્ટ્રાઈક કોર્પ્સને લદ્દાખની ઉત્તર સરહદ પર મોકલવામાં આવી છે. 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને વધારાના 10,000 સૈનિકો પૂરા પાડવામાં આવ્યા છે અને તેમને સમગ્ર ઉત્તર-પૂર્વી રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા પણ તેના સ્તરે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રફાલની સાથે, મિગ-29 અને સૂ-30 જહાજોની ટુકડી ઉત્તરીય સરહદોના ક્ષેત્રમાં સક્રિય રહેશે. ઓપરેશન માટે રફાલનું બીજું સ્ક્વોડ્રોન પણ તૈનાત કરી શકાય છે.
રફાલની સાથે ટી-90 ભીષ્મ, પિનાકા રોકેટ, અપાચે, ચિનૂક જેવા લડાકુ વિમાનો પણ સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. સેના દ્વારા એલએસી પર પહેલીવાર કે-9 તોપો ગોઠવી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ તોપોમાં પૈડાં છે. જેના કારણે તેમની હિલચાલમાં બીજા કોઈ વાહનની જરૂર નથી. સેના દ્વારા એમ-777 આર્ટિલરી ગન પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારત દ્વારા હવાઈ સુરક્ષા માટે વિસ્તૃત વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.