ફરી એકવાર Corona ની એન્ટ્રી થઇ ચુકી છે, ચીનમાં Corona ને કારણે સ્થિતિ બેકાબૂ બની છે. ચીનમાં છેલ્લા 24 કલાકમાં 3 કરોડ 70 લાખ કેસ નોંધાયા છે. એક મળેલા રિપોર્ટ અનુસાર મહિનાની શરુઆતના 20 દિવસમાં 24 કરોડ 80 લાખ લોકો સંક્રમિત થયા છે. સત્તાવાર આંકડામાં આ દિવસે માત્ર 3 હજાર કેસ નોંધાયા હતા. તે પહેલા જાન્યુઆરીમાં એક દિવસમાં 40 લાખ કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.
બ્લૂમબર્ગે ચીનના નેશનલ હેલ્થ કમિશનને જણાવ્યું કે, અહીં 24 કલાકમાં 3 કરોડ 70 લાખ કેસ નોંધાયા છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક વીડિયોમાં એવું નજરે પડી રહ્યું છે કે, રસ્તાઓ પર દોરડા બાંધીને લોકોને બોટલો ચઢાવવામાં આવી રહી હોવાનું જોવા મળે છે. હોસ્પિટલોમાં બેડના અભાવે આમ કરાઈ રહ્યું છે.
ક્લાસમાં અભ્યાસ કરતી વખતે પણ બાળકોને બોટલ ચઢાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં ચીનમાં ક્લાસરૂમમાં અભ્યાસ કરતી વખતે બાળકોને બોટલ ચઢાવવામાં આવતા જોવા મળ્યા હતા.
મળેલી માહિતી અનુસાર મૃતદેહોને ચીનમાં કન્ટેનરમાં ભેગા કરવામાં આવી રહ્યા છે. અને સૌથી મોટા સ્મશાનગૃહ જે બેઇજિંગમાં આવેલું છે તેમાં 24 કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં લોકો મૃતદેહોને વાહનોમાં લઈને સ્મશાનગૃહની બહાર લાંબી લાઈનમાં ઉભા છે. વળી ચીનમાં દવાઓની અછત છે. માહિતી અનુસાર ચીનના લોકો Corona વિરોધીની દવાઓ ઓનલાઈન શોધી રહ્યા છે.
જેનરિક એન્ટી વાઈરલ દવાની ખુબ જ માંગ છે, જે દવા ભારતમાં બની રહી છે. BF.7 વેરિયન્ટ જે ચીનમાં ફેલાયેલો છે, તે ભારત સહિત અન્ય 91 દેશોમાં પણ ફેલાઈ ગયો છે. આ Corona વેરિયન્ટ છેલ્લા બે વર્ષથી છે. અને હવે તે ખતરનાક બની ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.