જીવનમાં કોની સાથે ક્યારે મુલાકાત થઇ જાય તે કોઇ નથી જાણતું. આવો જ એક મામલો મધ્યપ્રદેશના મંદસૌરમાં સામે આવ્યો છે. અહીંયા એક ભારતીય યુવકે ચીની યુવતી સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ સમયે ચીનમાં વાયરસનો પ્રકોપ છે.જે અત્યાર સુધી ૩૦૦ લોકોનો જીવ લઇ ચુક્યો છે. એવામાં આ બન્ને કોરોરોના વાયરસ ની પરવા કર્યા વગર એકબીજાના થઈ ગયા. લગ્ન મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગની નજર હેઠળ થયા. આવું એટલા માટે કારણ કે દુલ્હન બનેલી જી હાઓ વાંગ પોતાના પરિવાર સાથે ચીનથી મંદસોર આવી હતી.
તમામની પહેલા તપાસ કરાઈ
મંદસોર જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડો એકે મિશ્રાએ જણાવ્યું કે જી હાઓના પરિવારને મંદસોર પહોંચતાની સાથે જ પાંચ થી છ ડોક્ટરોએ અને પેરામેડિકલ સ્ટાફની ટીમે તેમની તપાસ કરી હતી. જોકે તેમાંથી કોઈપણ કોરોના વાયરસથી સંક્રમિત ન હતા. તેમ છતાં પાણી આવ્યા પહેલા ની પાળ બાંધવા તરીકે તેમની તપાસ કરવામાં આવી.તેમણે કહ્યું કે આમાંથી જો કોઈપણ માં કોરોના વાયરસનું સંક્રમણ તપાસ દરમિયાન બહાર આવશે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવશે.
કેનેડામાં મળ્યા હતા જી અને સત્યાર્થ
જી હાઓએ જણાવ્યું કે તેની મુલાકાત સત્યાર્થ મિશ્રા સાથે મુલાકાત પાંચ વર્ષ પહેલા કેનેડામાં થઈ હતી. એ સમયે બંને ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.જી હાઓના માતાપિતા ઉપરાંત બે અન્ય સંબંધીઓ પણ લગ્ન માટે ભારત આવ્યા હતા. સત્યાર્થે કહ્યુ કે તેની પત્નીના ચાર અન્ય સંબંધીઓ લગ્ન માટે ચીનથી આવનાર હતા. પરંતુ કોરોના વાયરસના કારણે તેને વિઝા ન મળી શક્યા.
25 દેશો સુધી પહોંચ્યો છે આ વાયરસ
જણાવી દઈએ કે રવિવારે ચીનમાં બીજા સેવાને બંધ કરવામાં આવી છે.તેમજ કોરોના વાયરસની વાત કરીએ તો અત્યાર સુધી તે દુનિયાના 25 દેશોમાં પહોંચી ચૂક્યો છે. જેમાં ભારત પણ શામેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ કોરોના વાયરસને લઈને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. શનિવાર સુધી 324 ભારતીયોને ચીનમાંથી ભારત લાવવામાં આવ્યા છે. તેમને દિલ્હી પાસે કેમ્પમાં કેટલાક દિવસો સુધી રોકવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.