2 હજાર વર્ષ જૂનું છે સ્વયંભૂ ચિંતામણ ગણેશનું મંદિર, મંદિરની દિવાલમાં ઊંધું સ્વસ્તિક કરવાથી પૂરી થાય છે દરેક મનોકામના

Published on Trishul News at 11:46 AM, Sun, 24 September 2023

Last modified on September 24th, 2023 at 11:48 AM

Swayambhu Chintaman Ganesha Temple: ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલ છે અને દરેક મંદિરનો પોતાનો અલગ અલગ મહિમા હોય છે. પણ ઘણા એવા મંદિર આવેલ છે જે કેટલાય વર્ષો જૂના છે અને તેનું મહત્વ ઘણું વધુ છે.

એવું જ એક મંદિર મધ્યપ્રદેશના સિહોર (Swayambhu Chintaman Ganesha Temple)જિલ્લામાં આવેલ છે. આ મંદિરમાં ચિંતામણ સિદ્ધ ગણેશની 2000 વર્ષ જૂની મૂર્તિ છે. જે દેશની ચાર સ્વયંભૂ પ્રતિમાઓમાં સામેલ છે.ચિંતામણ સિદ્ધ ગણેશ મંદિરમાં આખા વર્ષ દરમિયાન દર્શનાર્થીઓની ભીડ ઉમટી રહી છે.

પરંતુ ગણેશોત્સવ દરમિયાન આ મંદિરમાં અલગ જ રોનક જોવા મળી રહી છે.મળતી માહિતી અનુસાર,ગણેશોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં સમગ્ર 10 દિવસ સુધી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી લોકો ચિંતામણ ગણેશના દર્શન કરવા માટે આવે છે.

ઊંધું સ્વસ્તિક બનાવવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા
દેશભરમાં ભગવાન ગણેશની કુલ ચાર સ્વયંભૂ મૂર્તિઓ આવેલી છે. પહેલી રાજસ્થાનના રણથંભોર સવાઈ માધોપુરમાં, બીજી ઉજ્જૈનમાં, ત્રીજા ગુજરાતના સિદ્ધપુરમાં અને ચોથી મધ્યપ્રદેશના સિહોરમાં.

મળતી માહિતી અનુસાર ત્યાં જતાં ભક્તોનું માનવું છે કે મંદિરમાં ઊંધું સ્વસ્તિક બનાવવાથી તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે જ દર્શનાર્થીઓ મંદિરની દિવાલમાં ઊંધું સ્વસ્તિક બનાવે છે અને ઈચ્છા પૂરી થયા પછી સીધું સ્વસ્તિક બનાવી જાય છે.

રાજા વિક્રમાદિત્યએ કરી હતી પ્રતિમાની સ્થાપના
મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં આવેલ ચિંતામણ સિદ્ધ ગણેશ મંદિર વિશે એક પૌરાણિક કથા પણ પ્રચલિત થઈ રહી છે. કહેવાય છે કે સમ્રાટ વિક્રમાદિત્ય ભગવાન ગણેશના મોટા ભક્ત હતા અને તેઓ અવારનવાર રાજસ્થાનમાં ભગવાન ગણેશના દર્શન કરવા માટે જતાં હતા.

એક વખત એમને ભગવાન ગણેશને પોતાના મહેલમાં સ્થાપિત કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. એમની પ્રાથનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને કમળના ફૂલના સ્વરૂપમાં તેમની સાથે જવા માટે તૈયાર થયા હતા.

ભગવાન ગણેશે સમ્રાટ વિક્રમાદિત્યની સામે એક શરત મૂકી હતી કે પરત ફરતા સમયે જ્યાં પણ કમળનું ફૂલ ખીલી પડશે ત્યાં તે સ્થાપિત થઈ જશે.

રાજસ્થાનથી પાછા ફરતી વખતે અચાનક સિહોર પાસે આવતા જ તેમના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું અને ઘણા પ્રયત્નો પછી પણ રથનું પૈડું નહતું નીકળતું અને વહેલી સવાર થતાંની સાથે જ ત્યાં કમળનું ફૂલ ખીલી ગણેશજીની મૂર્તિમાં ફેરવાઈ ગયું હતું.

વિક્રમાદિત્યએ ગણેશજીની પ્રતિમાને હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે જમીનમાં ધસી જતી રહી. અંતે તેમને એ જ ભગવાનની ઇચ્છા સમજીને સિહોરમાં મંદિર બંધાવ્યું અનેઅહી ભગવાન ગણેશ પ્રતિમા સ્થાપિત કરી હતી.તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશની મૂર્તિ હજુ પણ જમીનમાં અડધી દટાયેલી છે.

Be the first to comment on "2 હજાર વર્ષ જૂનું છે સ્વયંભૂ ચિંતામણ ગણેશનું મંદિર, મંદિરની દિવાલમાં ઊંધું સ્વસ્તિક કરવાથી પૂરી થાય છે દરેક મનોકામના"

Leave a comment

Your email address will not be published.


*