દેવદૂત બનીને આવ્યો CISF જવાન: સ્ટેશન પર લથડિયા ખાઈને નીચે પડેલ મુસાફરને બક્ષ્યું નવજીવન- જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક હ્રદયસ્પર્શી વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં આવા જ એક વિડીયોને લઈ જાણકારી સામે આવી રહી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના એક કોન્સ્ટેબલે પોતાની સમજદારીથી દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર બેહોશ થઈને પડેલા મુસાફરનો જીવ બચાવ્યો છે.

આ ઘટનાના CCTV ફુટેજ સામે આવી રહ્યાં છે કે, જેમાં જોવા મળી રહ્યું છે કે, આ શખ્સ અચાનક કાંપવા લાગ્યો તેમજ ત્યારબાદ જમીન પર પડી ગયો. ત્યારપછી સ્થળ પર હાજર વિકાસ નામના કોન્સ્ટેબલે CPR આપીને જીવ બચાવ્યો હતો કે, જેના CCTV જોઇને તમે પણ સલામ કરી ઉઠશો.

CISF તરફથી આપવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પડી જવાને લીધે વ્યક્તિના ચહેરા તેમજ મોઢા પર ઈજા પહોંચી છે. જો કે, હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેમજ હોંશમાં આવ્યા બાદ સૈનિકોનો આભાર માન્યો હતો. જેનો વિડીયો ખુબ વાયરલ થયો છે.

કોન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ :
CISF જણાવતાં કહે છે કે, કોન્સ્ટેબલ વિકાસે જ્યારે જોયુ કે, આ મુસાફર બેહોશ થઈ ગયો તેમજ ઉંધે માથે પડવાને લીધે યોગ્ય રીતે શ્વાસ પણ લઈ શકતો નથી તો તેણે રાહ જોયા વિના આ મુસાફરને કૃત્રિમ રીતે શ્વાસ આપવાની શરૂઆત કરીને તે વ્યક્તિ હોંશમાં આવી ગયો હતો.

શખ્સે હોસ્પીટલ જવાની મનાઈ કરી :
બેહોશ થયેલ મુસાફરની ઓળખાણ દિલ્હીમાં આવેલ જનકપુરીના રહેવાસી સત્યનારાયણ તરીકે થઈ રહી છે. આ ઘટના પછી વ્યક્તિને વધારાની તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી તેમજ દિલ્હી મેટ્રો રેલ પોલીસ તથા એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી પણ આ વ્યક્તિએ હોસ્પિટલમાં જવાની ના પાડી દીધી હતી.

શું હોય છે CPR?
કાર્ડિયોપલમોનરી રિસસિટેશન એટલે કે, CPR એક ઇમરજન્સી સ્થિતિમાં પ્રયોગ થનારી પ્રક્રિયા છે કે, જે કોઈ વ્યક્તિના શ્વાસ રોકાઈ જવાની પરિસ્થિતિમાં વપરાશ કરવામાં આવે છે. તેમાં બેહોશ વ્યક્તિને કૃત્રિમ રૂપથી શ્વાસ આપવામાં આવે છે કે, જેનાથી ફેફસાને ઓક્સીજન મળી રહે છે.

આ પ્રક્રિયામાં સ્વાસ પરત આવવા સુધી અથવા તો દિલની ધડકન સામાન્ય હોવા સુધી છાતીને દબાવવામાં આવે છે. જેને કારણે શરીરમાં પહેલાથી હાજર ઓક્સીજનવાળું લોહી સંચારિત થતું રહે છે. તો આવો જોઈએ આ જવાનની પ્રશંસનીય કામગીરીનો વિડીયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *