Rajkot city bus accident: રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં 3 લોકોના મોત નીપજ્યાંની ઘટના બની છે. જોકે ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં (Rajkot city bus accident) તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
રંગીલા રાજકોટમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો
આ દુર્ઘટના કેકેવી ચોક વિસ્તારમાં બની હતી. બસની અડફેટે કુલ 6 લોકો આવ્યાની જાણકારી મળી રહી છે જેમાંથી ત્રણના મૃત્યુ પામી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતને પગલે સ્થાનિક અને રાહદારીઓની ભીડ એકઠી થઈ ગઇ હતી. રંગીલા રાજકોટમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો છે. રાજકોટવાસીઓમાં ભારોભાર આક્રોશ સાથે નેતાઓને સવાલ છે. યમદૂત બનેલી સિટી બસનો જનતાએ કચ્ચરઘાણ વાળ્યો છે.
View this post on Instagram
ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ થયો
પોલીસ દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે. છાકટા બનતા રફ્તારના રાક્ષસો પર લગામ લગાવવા માગ કરવામાં આવી રહી છે. મૃતકના પરિજનોને ન્યાય આપવાની લોકોએ માગ કરી છે. તેમજ રસ્તા પર ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App