SSC Board Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ (GSEB) દ્વારા ગઈકાલે ધોરણ 10 SSC બોર્ડનું પરિણામ (Class 10 Board Result) જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યનું ધોરણ 10 બોર્ડનું પરિણામ (SSC Gujarat Board) 64.62 % આવ્યું છે. શાળા મુજબ પરિણામ પર નજર કરવામાં આવે તો રાજ્યની 157 શાળાઓ એવી છે. જેનું શૂન્ય % પરિણામ (0 percent result of 157 schools in Gujarat) આવ્યું છે. જે એક ખુબ જ ગંભીર બાબત છે.
ગયા વર્ષની સરખામણીએ પણ શૂન્ય ટકા પરિણામ મેળવનારી શાળામાં 36 શાળાઓનો વધારો થયો છે. જે અત્યંત ચિંતાનજક કહી શકાય. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 % છોકરીઓનું પરિણામ વધુ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 નોંધાઈ છે. 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા 1084 નોંધાઈ છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 157 નોંધાઈ છે.
8 મહાનગરોમાં આટલી શાળાનું 0 ટકા પરિણામ:
વાત કરવામાં આવે તો રાજ્યના 8 મહાનગરોની વાત કરવામાં આવે તો સૌથી વધુ શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓ રાજકોટમાં છે. રાજકોટમાં 13 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. જ્યારે બીજા નંબર જૂનાગઢ 9 અને ત્રીજા નંબર અમદાવાદમાં 8 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે અને રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ 7 શાળાઓનો શૂન્ય ટકા પરિણામની યાદીમાં મોટો વધારો થયો છે.
કયા જિલ્લામાં કેટલી શાળાનું શૂન્ય ટકા પરિણામ:
જો જિલ્લા/શહેર અનુસાર વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં સૌથી વધુ 22 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે અને બીજા ક્રમે રાજકોટ આવે છે. જેમાં 13 શાળાઓ, જૂનાગઢમાં 9, અમદાવાદ શહેર અને કચ્છમાં 8 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.
ગયા વર્ષની સરખાણીએ 36 જેટલી શાળાઓનો થયો વધારો:
ધોરણ 10 બોર્ડના જિલ્લા/શહેરની શાળાઓ અનુસાર પરિણામ પર નજર ફેરવવામાં આવે તો માર્ચ 2022માં ધોરણ 10ના પરિણામમાં 121 શાળાઓ એવી હતી. જેનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હતું. જોકે માર્ચ 2023માં ચિંતાનજક રીતે આ આંકડામાં મોટો વધારો થયો છે. ત્યારે આ વર્ષે 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. જેમાં દાહોદ અને રાજકોટ મોખરે છે. આમ માર્ચ 2022ની સરખામણીએ શૂન્ય ટકા પરિણામમાં માર્ચ 2023માં 36 શાળાઓનો વધારો થયો છે.
મહત્વનું છે કે, સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર-નું 95.92 ટકા આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 40.75 ટકા આવ્યું છે.
જો વાત કરવામાં આવે તો ધોરણ 10નું બોર્ડનું પરિણામ 64.62 % આવ્યું છે. જેમાં આખા રાજ્યમાં દાહોદ જિલ્લાનું માત્ર 40 % પરિણામ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 % પરિણામ સામે આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 62.11 % પરિણામ આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.