કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ભારે આંતક મચાવ્યો છે. ત્યારે હજુ પણ કેટલાક દર્દીઓ બેડ અને ઓક્સિજન જેવી સુવિધાઓના અભાવને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કેટલાય પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ઘણા નેતાઓ આ કોરોનાકાળ દરમિયાન અલગ અલગ સેવા કરી રહ્યા હોય છે ત્યારે ભાજપના સાંસદ ક્વોરેન્ટાઈન સેન્ટરનું ટોઈલેટ સાફ કરતા જોવા મળ્યા હતા.
મળતી માહિતી અનુસાર મિઝોરમના મંત્રી બાદ હવે મધ્ય પ્રદેશના રીવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા સફાઈને લઈને ચર્ચામાં આવ્યા છે. ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ પોતાની જાતે જ ક્વોરેન્ટાઈન સેન્ટરનું ટોઈલેટ સાફ કર્યું હતું. સાંસદ જનાર્દન મિશ્રાનો ટોઈલેટ સાફ કરતા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
મહત્વની વાત એ છે કે સાંસદે ટોયલેટ સાફ કરવા માટે બ્રશ આવે તેની પણ રાહ જોયા વગર પોતાના હાથ વડે જ ટોઇલેટ સાફ કરી દીધું હતું. આ પ્રકારનું સાંસદનું કાર્ય જોઇને લોકો પણ દંગ રહી ગયા હતા.
ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા ક્વોરેન્ટાઈન સેન્ટરનું નીરિક્ષણ કરવા પહોચ્યા હતા. તે સમય દરમિયાન ક્વોરેન્ટાઈન સેન્ટરનું ટોયલેટ ખુબ જ ગંદુ હોવાને કારણે તેની સફાઈ કરવાની જરૂર લગતા પોતે જ પોતાના હાથ દ્વારા આ ક્વોરેન્ટાઈન સેન્ટરનું ટોયલેટ સાફ કરવા લાગ્યા હતા. ફક્ત તેમણે એકલા એ જ સંપૂર્ણ ટોઇલેટ સફી કરી નાખ્યું હતું. વીડીઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સાંસદ જનાર્દન મિશ્રાએ બંને હાથમાં ગ્લોવ્સ પહેરેલા છે અને તેઓ ટોઇલેટમાં હાથ નાખીને ટોઇલેટને સપૂર્ણ પણે સાફ કરી રહ્યા છે.
मध्यप्रदेश रीवा सांसद जनार्दन मिश्रा ने की क्वरेन्टीन सेंटर के टॉयलेट की सफाई, वीडियो वायरल। @ABPNews @brajeshabpnews @pankajjha_ @SanjayBragta pic.twitter.com/ZcAR0WeO44
— manishkharya (@manishkharya1) May 18, 2021
ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાના કહ્યા મુજબ કોઈ કાર્ય મોટું કે નાનું નથી હોતું. કોરોનાની આ મહામારી વચ્ચે બધા લોકો કાર્ય કરી રહ્યા છે પછી ભલેને તે કોઈ ડોકટર હોઈ કે સફાઈકર્મી. જેથી ક્વોરેન્ટાઈન સેન્ટરનું ટોઇલેટ ખરાબ હોવાથી તેમણે સાફ સફાઈ કરી નાખી. જેઠો લોકો સ્વચ્છતાનું મહત્વ સમજે અને આ કામ માટે આગળ આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.