એક બેંકે આકસ્મિક રીતે એક મહિલાના ખાતામાં 262 કરોડ ટ્રાન્સફર કર્યા. ગયા અઠવાડિયે મહિલાએ જ્યારે તેનું એકાઉન્ટ ચેક કર્યું ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. ત્યારબાદ મહિલાએ તેના પતિને ખાતામાં આવતા પૈસા વિશે પૂછ્યું. અમેરિકાના ટેક્સાસનો આ કેસ આકસ્મિક રીતે મોટી રકમ ખાતામાં સ્થાનાંતરિત કરવાનો છે. 35 વર્ષિય રૂથ બલૂન બેંકની ભૂલથી અબજોપતિ બની ચુકી છે.
એકાઉન્ટમાં વધેલી રકમ જોઈને મહિલાએ લીગસી ટેક્સાસ બેંકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેંકની ઓનલાઈન ચેટને કારણે તે તાત્કાલિક સંપર્કમાં આવી શકી નહીં. બે છોકરાની માતાએ વિચાર્યું કે આ રૂપિયા તેના છોકરાના નામે કોઈકે ભેટ તો નથી કર્યા ને !!
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, જ્યારે મહિલાએ તેના પતિ બ્રિયાનાને આ ઘટના વિશે જણાવ્યું ત્યારે તેને લાગ્યું કે તે કૌભાંડ જેવી ઘટના છે. બેંકનો સંપર્ક કરવા પર, તે જાણવા મળ્યું કે તે નાતાલના પ્રસંગે બનતો કોઈ ચમત્કાર હતો નહીં, પરંતુ બેંકે કરેલી ભૂલ હતી.
બેંકે કહ્યું કે, એક સ્ટાફે પૈસા ખોટા ખાતા નંબર પર ટ્રાન્સફર કર્યા હતા. આ ઘટના અંગે બેંકે માફી માંગી હતી અને પૈસા પાછા ખેંચ્યા હતા. જોકે, મહિલાએ કહ્યું કે એક ક્ષણ માટે તેણે પણ વિચાર્યું હતું કે તે આ પૈસા કેવી રીતે ખર્ચ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.