ચરમસીમાએ પહોચ્યું પ્રકૃતિનો સૌંદર્ય… જુઓ પહાડો વચ્ચે વાદળ ફાટ્યાનો LIVE વિડીયો

પહાડોની વચ્ચે આવેલા એક તળાવ(lake)માં વાદળ ફાટવા(Cloud bursting)નો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કુદરત(Nature)નો આ અદ્ભુત નજારો જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. લોકો વીડિયો બનાવનાર વ્યક્તિના વખાણ પણ કરી રહ્યા છે. વીડિયો પર એક વ્યક્તિએ લખ્યું- ‘કુદરત તેની ચરમ સીમા પર છે. તે એક જ સમયે સુંદર પણ છે અને ખતરનાક પણ છે.’ લોકો આ નજારાને “રુવાડા બેઠા કરી દે” તેવી કહી રહ્યા છે.

વાસ્તવમાં, આ ‘ટાઈમ લેપ્સ’ વીડિયો છે. આ વિડીયોમાં, પર્વતોની વચ્ચે એક તળાવ દેખાય છે અને તેના પર વાદળો મંડરાતા હોય છે. વાદળ ધીમે ધીમે આગળ વધે છે અને વાદળોની વચ્ચેથી પાણી વરસવાનું શરૂ થાય છે. પર્વતો ઓળંગ્યા પછી જ્યારે વાદળ તળાવ પર પહોંચે છે, ત્યારે વાદળ ફાટી જાય છે અને અચાનક વચ્ચેથી ભારે માત્રામાં પાણી પડવા લાગે છે.

આ વીડિયોને હવામાનશાસ્ત્ર અને લેન્ડસ્કેપનું પરફેક્ટ કોમ્બિનેશન કહેવામાં આવી રહ્યું છે. એક યુઝરે લખ્યું- આ જોઈને મારા રુવાડા ઉભા થઈ ગયા છે. બીજાએ લખ્યું- વન્ડરફુલ, ત્રીજા યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- વાહ. કુદરતના આ કરિશ્મા પર ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. લોકો આ સીન કેપ્ચર કરનાર વ્યક્તિના વખાણ પણ કરતા જોવા મળે છે.

આ વીડિયો દક્ષીણ ઓસ્ટ્રિયાનો છે. આ વિડીયો પીટર માયરે(Peter Maier) શૂટ કર્યો છે. વીડિયોમાં જે તળાવ પર પાણીનો વરસાદ થઈ રહ્યો છે તેનું નામ લેક મિલસ્ટેટ(Lake Millstatt) છે. વાસ્તવમાં આ વીડિયો વર્ષ 2018નો છે. જેને પીટરે પોતાની યુટ્યુબ ચેનલ પર પણ શેર કર્યો છે. આ વીડિયોને 2 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *