મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત- ગુજરાતમાં પ્રથમવાર થશે નેશનલ ગેમ્સનું આયોજન, દેશના રમતવીરો…

ગુજરાત(Gujarat): ગુજરાત રાજ્ય હવે સ્પોર્ટ્સ હબ(Sports hub) બનવા જઈ રહ્યું છે અને ગુજરાતમાં વિશ્વસ્તરિય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આગામી નેશનલ ગેમ્સ(National Games)નું આયોજન ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.

તેમણે અન્ય એક ટ્વીટ કરીને કહ્યું છે કે, ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને માહિતી આપી:

ગઇકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને CM જાહેેરાત કરશે તેમ જણાવ્યું હતું:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવતા કહ્યું હતું કે, ‘આવતીકાલે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુવા અને સ્પોર્ટ્સ અંગે કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *