CM Bhupendra Patel: કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસતને (CM Bhupendra Patel) આધુનિક યુગના આયામો સાથે જોડીને વિરાસત ભી વિકાસ ભી સાકાર કરવાની નેમ પાર પડશે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેકટ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વિશાળ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે.
ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસત ને આધુનિક યુગ ના આયોમો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝીયમ ‘વિરાસત ભી વિકાસ ભી ‘ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ધ્યેયને સાકાર કરશે. NMHCનો તબ્બકો 1A હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે.
આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.આ પ્રસંગે પ્રોજેકટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને જરૂરી વિગતો પૂરી પાડી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App