ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય- અતિભારે વરસાદની વચ્ચે નગરપાલિકાઓને મળશે આટલી સહાય

ગુજરાત(Gujarat): રાજ્યમાં અતિભારે વરસાદ(Heavy rain)ના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા પછી રહીશોને ભારે હાલાકીનો સામનો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અતિભારે વરસાદ(Heavy rain)ના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા પછી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. આ તરફ રાજ્યમાં ચારેકોર ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત(Big announcement) કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે રાજ્યની ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય:
ગુજરાતમાં ભારે વરસાદને લીધે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગુજરાત રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. નગરોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરવામાં આવી છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવશે અને આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો વપરાશ કરવામાં આવશે.

કયા વર્ગની નગરપાલિકાને કેટલી કરવામાં આવી સહાય ?
અ વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂપિયા 20 લાખની સહાય, બ વર્ગની 30 નગરપાલિકાને પાલિકા દીઠ રૂપિયા 15 લાખની સહાય, ક વર્ગની 60 નગરપાલિકાને પાલિકા દીઠ રૂપિયા 10 લાખની સહાય અને ડ વર્ગની 44 નગરપાલિકાને પાલિકા દીઠ રૂપિયા 5 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.

છેલ્લા એક અઠવાડીયાથી સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. તેમાં પણ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાય છે.

હજુ 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી:
રાજ્યમાં આગામી તારીખ 14 અને 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *