દેશ અને દુનિયામાં કોરોના વાયરસનું સંકટ યથાવત્ છે. હાલમાં ભારતમાં કોરોનાની અનેક રસીઓ પર ટ્રાયલ ચાલી રહી છે. આ બધા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, જ્યારે ભારતમાં કોરોના વૈક્સીન ઉપલબ્ધ થશે, ત્યારે દરેક નાગરિકને આ રસી આપવામાં આવશે, કોઈને પણ બાકાત કરવામાં નહી આવે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની વેક્સીન અંગે જાહેરાત કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી વેક્સીન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના લોકોને કહ્યું કે, ગુજરાતમાં પ્રાયોરિટી પ્રમાણે દરેકને વેક્સીન મળશે. ગુજરાતમાં વેક્સીનેશનની પ્રોસેસ માટે ગુજરાત તૈયાર છે. આ દરમિયાન અફવા ફેલાવનારાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. હું દરેકને ખાતરી આપું છું કે, તમામને રસી મળશે. ગુજરાત સૌથી પહેલા ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીન આપશે.
તેમણે જણાવ્યું કે, નવા વર્ષને નવી આશા સાથે જોઈ રહ્યાં છે. હવે વેક્સીનની આતુરતાનો અંત આવ્યો છે. આત્મનિર્ભર ભારતને સાકાર કરતી બંને વેક્સીન મેડ ઈન ઈન્ડિયા છે. ગુજરાતમાં 4 લાખથી વધુ હેલ્થ વર્કર્સ અને 6 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ છે. જેઓ કોવિડની ડ્યુટીમાં ફરજ બજાવે છે. કુલ મળીને 11 લાખથી વધુ કર્મચારીઓને કોવિડ વેક્સીનનો પહેલા લાભ મળશે.
મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, 50 વર્ષથી ઉપરના કુલ 1 કરોડ 5 લાખ અને તેનાથી નાના 2 લાખ 75 હજાર લોકો આ બીમારીથી પીડાય છે. 16 હજાર વર્કર્સને વેક્સીનેટર તરીકે તૈયાર કરાશે. વેક્સીન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરવામાં આવશે. જેમાં વેઈટિંગ રૂમ, વેક્સીન રૂમ તથા ઓર્બઝવેશન રૂમ પણ તૈયાર કરાશે. આ દરમિયાન જો કોઈ આડઅસર દેખાશે તો તેને તાત્કાલિક ઓર્બ્ઝવેશન રૂમમાં સારવાર આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle