યુપી(UP) સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામો(Election results) પહેલા જ સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી(Assembly elections)નું મતદાન પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો પહેલો મોટો આંચકો લાગ્યો છે. રશિયા અને યુક્રેન(Russia-Ukraine war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં ઈંધણની કિંમતો પર દેખાઈ રહી છે. ક્રૂડ ઓઈલ અને કીમતી ધાતુઓની કિંમતમાં વધારા બાદ હવે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં સીએનજીના વધેલા દરો 8 માર્ચ એટલે કે આજ રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થઇ ગયા.
નવા દરો આજે સવારે 6 વાગ્યાથી લાગુ:
દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય કેટલાક શહેરોમાં સીએનજીના ભાવમાં વધારાને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. CNGના ભાવમાં વધારાના નવા દર આવતીકાલથી એટલે કે 8 માર્ચ (મંગળવાર) સવારે 6 વાગ્યાથી લાગુ થશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGની કિંમતમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સીએનજીની કિંમત 57.01 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 57.51 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એ જ રીતે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે. હવે ગ્રાહકોને 58.58 રૂપિયા પ્રતિ કિલોના બદલે 59.58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે CNG ભરવામાં આવશે.
CNGના ભાવમાં થયો વધારો:
ગુરુગ્રામમાં તે 65.38 રૂપિયા પ્રતિ કિલોથી 65.88 રૂપિયા થયો. રેવાડીમાં ભાવ રૂ. 67.48 થી વધીને રૂ. 67.98 પ્રતિ કિલોએ પહોંચી ગયો. કરનાલ અને કૈથલમાં સીએનજી 50 પૈસા મોંઘો થયો, 66.18 રૂપિયા પ્રતિ કિલો થયો. મુઝફ્ફરનગર જીએમાં ભાવ વધીને રૂ. 64.28 પ્રતિ કિલો થયા છે. કાનપુર જીએમાં રેટ 67.82 રૂપિયાથી વધીને 68.82 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અજમેર જીએમાં સીએનજી રૂ. 67.31 થી વધીને રૂ. 67.81 પ્રતિ કિલોગ્રામ થયો છે.
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધશે?
પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલના ભાવમાં 10થી 16 રૂપિયા અને ડીઝલના ભાવમાં 8થી 12 રૂપિયાનો વધારો થઈ શકે છે. કિંમતોમાં આ વધારો વિવિધ તબક્કામાં લાગુ થશે. ICICI સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી થોડા દિવસોમાં 12 થી 15 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કાચા તેલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ છે, જે લગભગ એક દાયકામાં સૌથી વધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.