Cobra snake hidden in helmet video viral: ઘણીવાર આપણે જ્યારે પણ બાઇક પર નીકળીએ છીએ ત્યારે કંઈ જોયા વગર ઉતાવળે હેલ્મેટ પહેરી લઈએ છીએ પરંતુ હેલ્મેટ પહેરતા પહેલા સાવચેત રહેવું ઝરૂરી છે કારણકે તેમાં કોઈ જીવ જંતુ અથવા તો સાપ પણ હોઈ શકે છે. જી હા, કેરળમાં એક વ્યક્તિ સાથે આવું બન્યું છે. તેના હેલ્મેટમાં કોબ્રા સાપ છુપાયેલો જોવા મળ્યો હતો.
બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આપણે હેલ્મેટ પહેરવા બાબતે કોઈ સાવધાની રાખતા નથી. ત્યારે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સંપૂર્ણ તપાસ કર્યા પછી જ માથા પર હેલ્મેટ પહેરવું જોઈએ તેવું દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયો જોયા પછી તમે હંમેશા હેલ્મેટને સંપૂર્ણ રીતે તપાસ્યા પછી જ પહેરશો. કારણ કે વિડીયો તમને સાવધાન કરી દેશે.
— parmod chaudhary (@parmoddhukiya) October 8, 2023
કેરળના ત્રિશૂર પુથુરમાં હેલ્મેટમાંથી એક સાપ નીકળ્યો હતો અને હેલ્મેટમાં દેખાતો સાપ ભારતીય કોબ્રા સાપ છે, જે કદમાં નાનો છે અને સાપ એવી જગ્યાએ છુપાયેલો છે જે તેના વિશે અંદાજ પણ લગાવી શકતું નથી. જે વ્યક્તિના હેલ્મેટમાં કોબ્રા જોવા મળ્યો તેનું નામ સોજન છે. કામ પરથી પરત ફર્યા બાદ સોજને તેનું હેલ્મેટ સ્કૂટરની ઉપરના પ્લેટફોર્મ પર રાખ્યું હતું. સોજનને સાંજે જવાનું હતું. પરંતુ સોજને હેલ્મેટ હાથમાં લીધું ત્યાં જ અંદર હલનચલન જોવા મળી
સોજનને લાગ્યું કે, હેલ્મેટની અંદર સાપ છે.જે બાદ સોજને આ અંગેની માહિતી વન વિભાગને આપી હતી. જે બાદ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને થોડીવાર પછી કોબ્રા સાપને બહાર કાઢી લીધો હતો ત્યારે આ અંગે વન વિભાગના કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ સાપ ભારતીય કોબ્રા છે. જે લગભગ બે મહિનાનો છે. કોબ્રાને કંટ્રોલ કરનાર સ્નેક વોલન્ટિયર લીજો સૈફ કહે છે કે, નાના અને મોટા કોબ્રા બંને સરખા ખતરનાક હોય છે. આ સાપ ઘરમાં રાખેલી બેગ, જૂતા કે અન્ય કોઈ ચીજવસ્તુઓમાં સરળતાથી છુપાઈ જવામાં માહિર હોય છે. તેથી સાવચેત રહો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube