હાલમાં મહિલાઓને લઈ સર્વેમાં થયેલ ચોંકાવનાર ખુલાસાને લઈ જાણકારી સામે આવી છે. સામાન્ય રીતે કોઈપણ કપલ લગ્ન કર્યા પછી બાળકનો વિચાર કરતા હોય છે પણ કેટલાક સમયથી આ અંગે આજની યુવા પેઢીમાં ખુબ બદલાવ આવ્યો છે. આ અંગે એક સ્ટડી કરવામાં આવી છે.
આ સ્ટડી પ્રમાણે શિક્ષિત સ્ત્રીઓ લગ્ન કર્યા પહેલા પોતાનું બાળક કરવાનો વિચાર ધરાવે છે. આવા પ્રકારનો વિચાર રાખતી મહિલાઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાની દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે. અંદાજે 90ના દાયકામાં આવા પ્રકારનો વિચાર જોવા મળતો ન હતો.
જયારે હાલના સમયમાં શિક્ષિત સ્ત્રીઓમાં આવા પ્રકારનો બદલાવ વધારે જોવા મળ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સોશિયોલોજિસ્ટ એંડ્રયૂ શેર્લિને આ અંગેની કેટલીક જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, શિક્ષિત સ્ત્રીઓ લગ્ન કર્યા પહેલા જ બાળકને જન્મ આપવનું વિચારે છે.
બીજા બાળકના જન્મ પહેલા અથવા તો ત્યારપછી લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. મહિલાઓ લગ્ન કર્યા પછી બાળક રાખવાની ઈચ્છા ઓછી રાખતા હોય છે. શિક્ષિત મહિલાઓ લગ્ન કર્યા પહેલા બાળકને જન્મ આપી રહી છે તેમજ ત્યારપછી પરિવાર શરૂ કરવા માટે લગ્ન કરી રહી છે.
એંડ્રયૂ શેર્લિન જણાવે છે કે, 30 વર્ષની આસપાસની ઉંમર ધરાવતી 27% મહિલાઓ જ્યારે અવિવાહિત હોય ત્યારે તેમના પહેલા બાળકનો જન્મ થઈ ગયો હતો. મોટાભાગની સ્ત્રીઓ સ્નાતક થયા પહેલા પોતાના બાળકનો વિચાર કરે છે. ત્યારપછી પરિવાર બનાવવા લગ્ન કરતી હોય છે.
મહિલાઓ લગ્ન કર્યા પહેલા બાળકની ઈચ્છા ધરાવતી હોય છે કે, જે અવિવાહિત મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તેમની હાઈસ્કૂલની ડિગ્રી અથવા કોઈ ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. હાઈસ્કૂલની ડિગ્રી મેળવતી કેટલીક મહિલાઓ પોતાના બાળકને જન્મ આપતી વખતે અવિવાહિત હતી.
વર્ષ 1996માં કોલેજ કરતી તેમજ 30 વર્ષની વ્ય ધરાવતી 4% મહિલાઓ પોતાના બાળકના જન્મ વખતે અવિવાહિત હતી. 20 વર્ષ પછી આવા પ્રકારની મહિલાઓની સંખ્યામાં 6 ગણો વધારો થતા આ સંખ્યા 24.5% એ પહોંચી ગઈ છે કે, જે મહિલાએ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હોય તેમજ 30 વર્ષની વ્ય ધરાવે તેમને બાળકને જન્મ આપી દીધો છે.
આવા પ્રકારની મહિલાઓ એક જ પાર્ટનરની પસંદગી કરી રહી છે કે, જે પાર્ટનર સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે, તેમજ સાથે જ રહેવા માંગે છે. એંડ્રયૂ તેને લિવ ઈન રિલેશનશીપ નહીં પણ સહચર્ય કહેવામાં આવે છે. આ બધી જ બાબતો પાછળનું કારણ આર્થિક સમસ્યા હોઈ શકે છે.
લગ્ન કરવા માટે અથવા તો પરિવાર બનાવવા માટે પૈસાની જરૂર પડી શકે છે. પૈસા જીવનનિર્વાહનો સ્ત્રોત સીમિત હોવાને લીધે પરિવાર બનાવવામાં ખૂબ જ સમય લાગે છે. આવા કારણોસર અમેરિકામાં સિંગલ પેરેન્ટના કલ્ચરમાં વધારો થતો થઈ રહ્યો છે. લગ્ન કર્યા વિના એડલ્ટ સાથે રહેવાના કલ્ચરમાં સતત વધારો થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.