દિનરાત ડયુટી કરતા પોલીસને રાહત આપવા વિદ્યાર્થીએ બનાવી અતિઆધુનિક છત્રી, આટલી બધી સુવિધા જોઇને ચોંકી ઉઠશો

જયારે આખું ગુજરાત લોકડાઉનથી ઘરમાં કેદ થઇ ગયું છે ત્યારે બીજી તરફ કોરોના સામેની લડતમાં લોકોને કઈ ના થાય એ માટે પોતાનું જીવન જોખમમાં મૂકીને પોલીસ દિન-રાત લોકોની સેવા કરી રહી છે. પોલીસ કર્મચારીઓ પોતાના દેહની પરવા કર્યા વગર લોકોની સેવા કરી રહ્યા છે. અમુક સમયે તો તેમને દિવસભર આકરા તાપમાં અને કાળઝાર ગરમીમાં પણ ઊભા રહેવું પડે છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરી લોકોની સેવામાં લાગેલી પોલીસ માટે અમદાવાદના એક વિદ્યાર્થીઓ અનોખી શોધ કરી છે. એક એવી શોધ કે જેના કારણે પોલીસને ઘણાબધા લાભો થાય. જેનાથી પોલીસની મુશ્કેલીઓ તો ઓછી થશે જ સાથે તેમને ડ્યુટી પર રાહત પણ મળશે.

અમદાવાદ શહેરમાં 23 વર્ષના એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેના પોલીસ પ્રત્યેની લાગણી અને સેવાને આજે લોકો વખાણી રહ્યા છે. હકીકતમાં શહેરના જુહાપુરામાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આદિબ મંસૂરી નામના એક વિદ્યાર્થીઓ સામાન્ય છત્રીને “સોલર છત્રી” માં બદલી નાખી છે. આવું તેણે એટલા માટે કર્યું કારણ કે અમદાવાદ પોલીસની મદદ કરી શકે. અને પોલીસને તેના કામમાં રાહત મળે અને કોરોના સામેની લડતમાં સહયોગ આપી શકે.

પોલીસ દિનરાત આકરા તાપમાં પણ આરામથી ડ્યુટી કરી શકે આ માટે આબિદ મંસૂરીએ ‘સોલર છત્રી’ તૈયાર કરી છે. આ છત્રીમાં ગરમીથી બચવા માટે એક નાનો પંખો, પ્રકાશ માટે લાઈટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સહિતની વિવિધ આપી સુવિધાઓ છે.

ટ્વીટર વપરાશકર્તા કુમાર મનીષે આ જાણકારી સાથેની તસવીરો તેમના આઈડી પર શેર કરી છે. તેણે જણાવતા કહ્યું છે કે, આદિબે બે સોલર છત્રી જુહાપુરાના ઉજાલા સર્કલ પાસે લગાવી છે. તે આવી પાંચ છત્રી તૈયાર કરી રહ્યો છે. આદિબ એલજે ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીનો વિદ્યાર્થી છે, હવે કોલેજ પણ તેને આ કામમાં તેની મદદ કરી રહી છે. સોલર છત્રી ઉપયોગ કરનારા પોલીસકર્મીઓ પણ આબિદના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *