ફાયર NOC વગરની કોલેજો મુકાશે મુશ્કેલીમાં- રાજકોટ અગ્નિકાંડ બાદ VNSGUએ લીધો મહત્ત્વનો નિર્ણય

Notification to VNSGU Colleges: તક્ષશિલા અગ્નિકાંડ વખતે જે રીતે તમામ તંત્રો વચ્ચે બેઠકનો દોર શરૂ થયો હતો તેવો જ દોર હવે ફરી શરૂ થયો છે.આટલા લોકોના ભોગ બાદ રાજ્યમાં તંત્રની ઊંઘ ઉડી છે. ફાયર NOC ન હોય એવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાઓમાં પણ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ફાયર સેફ્ટી અને ફાયર NOC(Notification to VNSGU Colleges) ન હોય તેવા એકમો સીલ કરવામાં આવ્યા છે.ત્યારે VNSGUએ તમામ સંલગ્ન કૉલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે

VNSGU કોલેજોને સૂચના આપી
VNSGUએ તમામ સંલગ્ન કૉલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે કે VNSGU સંલગ્ન કૉલેજો પાસે ફાયર સેફ્ટી અને NOC હોવી જરૂરી છે. યુનિવર્સિટીની તપાસમાં ફાયર સેફ્ટી અને NOCના મામવે કોઈ પણ ખામી જણાશે, તો યુનિવર્સિટી દ્વારા કૉલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. VNSGUના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોર ચાવડાએ આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે VNSGUએ સંલગ્ન 300 કૉલેજોને ફાયર સેફ્ટી અને NOC ની માહિતી આપવા પરિપત્ર જાહેર કર્યો છે.

રાજ્ય સરકારે બધી કૉલેજોને પરિપત્ર જહેર કર્યા
જે કૉલેજો પાસે ફાયર સેફ્ટીની NOC નહીં હોય, તે કૉલેજોને અત્યારના શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ કાર્યવાહીથી તેમને દૂર રાખવામાં આવશે. આવેલી માહિતીના આધારે અમારી ટેક્નિકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, તેના આધારે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિર્ણય લેવાશે.

રાજ્ય સરકારે બધી કૉલેજોને પરિપત્ર જહેર કર્યા છે કે જે કૉલેજો ફાયર સેફ્ટીની NOC લેવામાં નિષ્ફળ જાય, રાજ્ય સરકાર જ એ કૉલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ થશે. સરકારે એ કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.સાથે જ જો કૉલેજોનું યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ્દ કરી દેવામાં આવ્યું તો તેનાથી વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહીં થાય.

આ છે બેદરકારીનો પુરાવો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા ભવનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી કોલેજના સંચાલકો, આચાર્યો, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ અને મુખ્ય બિલ્ડિંગમાં જુદા જુદા કામ અર્થે આવતા હોય છે ત્યારે ખુદ યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગમાં એક-બે જગ્યાને બાદ કરતા મોટાભાગની જગ્યાએ એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિસર લગાવેલા જોવા મળ્યા.સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ અને રજિસ્ટ્રારની ચેમ્બરમાં જ ફાયર સેફ્ટીના સાધનોની અવધી એક્સપાયર થઇ ગઇ છે.