ઝડપની મજા બની મોતની સજા: નશામાં ધુત ત્રિપલ સવારી જઈ રહેલા યુવકોને થયો કાળનો ભેટો- એકનું કરુણ મોત

જબલપુર(Jabalpur): જબલપુર પોલીસ સ્ટેશન(Police station)ની ગૌર ચોકી(Gaur choki) હેઠળ હાઈવે પર લોડિંગ ઓટો(Auto loading) અને બાઇક(Bike) સવાર વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ત્રણ યુવકો બાઇક પર સવાર હતા. જેઓ નશામાં હોવાથી ફૂલ સ્પીડમાં જઈ રહ્યા હતા. ત્યારે લોડિંગ ઓટો સાથે અથડાતાં બાઇક સવાર યુવકનું મોત થયું હતું અને બેની હાલત ગંભીર છે. જેમને એમ્બ્યુલન્સ(Ambulance) દ્વારા જબલપુરની મેડિકલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

એડિશનલ એસપી સંજય અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, લોડિંગ ઓટો નંબર MP 20 LB 3483 અને બાઇક ગૌર ચોકી પાસે અથડાયા હતા. ગૌર ચોકી પર ઓટોને જપ્ત કરીને ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બપોરે 2 વાગ્યાની આસપાસ ગુપ્તેશ્વરમાં રહેતો ભૂરા બર્મન તેના સાથી ગોલુ બર્મન અને પ્રવીણ બર્મન સાથે તેના સંબંધીના ઘરે ગયો હતો. ત્યારબાદ બાઇક સવાર અને લોડિંગ ઓટો વચ્ચે અથડાવાને કારણે ભુરા બર્મનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રવીણ બર્મન અને ગોલુ બર્મનની હાલત નાજુક છે.

અથડામણ દરમિયાન લોડીંગ ઓટોમાં ફેન્સીંગના સિમેન્ટના થાંભલા પડ્યા હતા. જેને જપ્ત કરીને બરેલા પોલીસ સ્ટેશનની ગૌર ચોકી ખાતે લઈ જવામાં આવ્યા. અકસ્માતમાં ઘાયલ બેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ દ્વારા લોડીંગ વાહન દ્વારા લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *