સોસિયલ મીડિયા પર અનેવાર કેટલીક ચોંકાવનાર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. કેટલાક લોકો સંભોગ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા હોય છે જયારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ નવાઈ લાગશે.
કંપની અને દુકાનદાર વિરુદ્ધ કરી ફરીયાદ:
ચીનમાં કોન્ડમના ઉપયોગ કર્યો છતાં એક પુરુષની પત્ની ગર્ભવતી થઈ ગઈ હતી. જ્યારે તેણે કોન્ડમ બનાવતી કંપની વિરૂદ્ધ રેગ્યુલેટરી એથોરિટીમાં ફરિયાદ નોંધાવી તો તેના સામે અજીબ શરત મુકી હતી. ઓફિસરોએ તેને જણાવ્યું હતું કે, તે તપાસ કરશે જ્યારે પીડિત પુરુષ એ સાબિત કરી દે કે તે કોન્ડમનો સરખી રીતે ઉપયોગ કરવાનું જાણે છે.
મિલન વખતે કર્યો હતો કોન્ડમનો ઉપયોગ:
એક રિપોર્ટ પ્રમાણે Zhejiang પ્રાંતના Jiaxingમાં રહેતા Wang તેમજ તેમની પત્નીના 2 બાળક છે. તેમનું જીવન હસી-ખુશીથી ચાલી રહ્યું હતું તેમજ ત્રીજુ બાળક ઈચ્છતા ન હતા. તેમના મિલન વખતે તેમણે કોન્ડમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.
કોન્ડમમાં કાણું હોવાથી પત્ની થઈ પ્રેગ્રેન્ટ:
સંભોગ કર્યા બાદ જ્યારે કોન્ડોમ ઉતાર્યું તો તેમને એક છીદ્ર જોવા મળ્યું હતું. જેથી એમને પત્નીના પ્રેગ્નેન્ટ થવાની આશંકા થઈ હતી. તેમણે તરત જ પત્નીને આ વિશેની જાણ કરીને તેમણે ગર્લ નિરોધક વાળી ગોળીઓની ખરીદી કરીને પત્નીને આપી હતી. જયારે ગોળી પણ કામ ન કરી શકી હતી. ત્યારપછીથી પત્નીને દરરોજ મોર્નિંગ સિકનેસ રહેવા લાગી. જેને લીધે પત્નીને નોકરી છોડવી પડી હતી.
દુકાનદાર અને કંપનીને કરી ફરીયાદ:
Wangનો આરોપ છે કે, તેના જીવનમાં આવેલ તમામ સમસ્યા માટે ખરાબ ક્વોલિટીનું કોન્ડોમ જવાબદાર રહેલું છે. તેમણે કોન્ડોમ વેચતા દુકાનદાર તથા નિર્માતા કંપનીને ફરીયાદ કરી પણ કોઈ એક્શન લેવામાં આવી ન હતી. કંપનીએ તેમને જણાવ્યું કે, કોન્ડોમની ક્વોલિટીમાં કોઈ ખરાબી રહેલી નથી. જો કે, કંપનીએ તેમને કોન્ડોમ તેમજ ગર્ભ નિરોધક ગોળીના પૈસા પાછા કરવાની ઓફર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.