વલસાડ (Valsad): રાજ્યમાં હવે આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli)ના સેલવાસની સ્માર્ટ સીટી બસમાં કંડક્ટર (City Bus Conductor) તરીકે ફરજ બજાવી રહેલી આશાસ્પદ યુવતી (Girl’s suicide) ઉપર બસ સંચાલકો દ્વારા બસની ટિકિટમાં રૂપિયાની ચોરી કરતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેને કારણે યુવતીને ફરજ ઉપરથી કાઢી મુકવામાં આવી હતી.
મહત્વનું છે કે, યુવતી દ્વારા તેના પિતા સાથે સંચાલકો પાસે જઈને તેની રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે, યુવતીની રજૂઆત ન સાંભળતા યુવતીને ખોટું લાગી આવતા યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાનું યુવતીના પિતાએ જણાવતા કહ્યું હતું. આ ઘટના અંગેની જાણ સ્માર્ટ સીટી બસના કર્મચારીઓને થતા તમામ કર્મચારીઓએ કામથી અળગા રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાને અડીને આવેલી દાદરા નગર હવેલીના સેલવાસની સ્માર્ટ સીટી બસમાં સરસ્વતીબેન ભોયા કરીને યુવતી કંડકટર તરીકે ફરજ બજાવી રહી હતી. આ દરમિયાન સ્માર્ટ સિટીના સંચાલકો દ્વારા સરસ્વતીબેન ભોયા ઉપર બસની ટિકિતમાં રૂપિયાની ચોરી કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. જે આરોપને લઈને સરસ્વતીબેનને ફરજ ઉપરથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરસ્વતીબેન દ્વારા તમામ આરોપ સામે સ્માર્ટ સીટી બસના સંચાલકો અને અગ્રણીઓને વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બસના સંચાલકો અને અગ્રણીઓ સરસ્વતીબેનની આ વાત માનવા માટે તૈયાર ન હતા. તેમજ સરસ્વતીબેન ઉપર બસની ટિકિટના રૂપિયાની ચોરી કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
જેને કારણે યુવતીના પિતા દ્વારા પણ સંચાલકોને ખોટા આરોપ ન લગાવવા અને દીકરીને નોકરી ઉપર પાછી લેવા આજીજી કરવામાં આવી હતી. યુવતીને પરત નોકરી ઉપર ન રાખવામાં આવતા યુવતીને મનદુઃખ થતા યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.