હૈદરાબાદની દુઃખદ ઘટનાને સંઘીઓ દ્વારા હિન્દૂ-મુસ્લિમનો વળાંક આપવાનો પ્રયત્ન

બુધવારે રાત્રે એક 26 વર્ષની મહિલા ડોક્ટર સાથે ચાર યુવકો દ્વારા ગેંગ રેપ કરીને તેને સળગાવી દેવામાં આવે છે. આ ચાર નરાધમોએ મહિલા ડોક્ટર ના સ્કૂટરનું પાછલું ટાયર પંચર કરી, તેને મદદ આપવાના બહાને ટોલનાકા પાસે એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે ગેંગરેપ કર્યો.

દેશની તમામ જાણીતી હસ્તીઓ આ ઘટનાને વખોડી રહી છે. પરંતુ અમુક સંઘી માનસિકતાવાળા લોકો આ ઘટનામાં પણ હિંદુ-મુસ્લિમ નું એંગલ શોધી રહ્યા છે. ચાર આરોપીઓમાંથી એક આરોપી મોહમ્મદ આરીફ મુસલમાન છે.

ભારતીય જનતા પાર્ટીના તેલંગાના એક ધારાસભ્ય રાજા સિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે, “હું જાણતો હતો કે આવી ઘટનામાં એક મોહમ્મદ નામનો વ્યક્તિ જરૂર હશે.” આમ કહીને તેમણે કોઇ એક ધર્મને નિશાને લીધો હોય તેવું લાગી રહ્યું છે.

સુદર્શન ન્યુઝ ચેનલના એક તથા કથિત પત્રકાર સુરેશ ચવ્હાણકે આ મામલે તેનાથી પણ એક ડગલું આગળ છે. તેઓએ ટ્વિટ કર્યું કે, ” આ મામલાને બેલેન્સ કરવા માટે પીડિતા ના મર્ડરમાં જબરદસ્તી બે હિન્દુઓને ફસાવામાં આવ્યા છે? કે પછી આ ઓવેસી કરવામાં આવ્યું છે? આ મામલે તપાસનો માં કરું છું અને આની આશંકામાં થોડા સમય પહેલાં જ જાહેર કરી હતી.

આ ઉપરાંત ભાજપના આઇટી સેલના હેડ અમિત માલવયા પણ આવું જ એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું. આમ કરીને કદાચ સંઘના લોકો આ દુષ્કર્મની ઘટના ને ધાર્મિક વળાંક આપી કોઈ એક ધર્મ ના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. અને તેઓ પોતાના એજન્ડામાં સફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે તેમના આવા ટ્વીટ કરવા થી તરત જ #balatkari_mohammed_nikla જેવા હેસટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.

દેશના નેતાઓ પર કરોડો લોકોની જવાબદારી હોય છે. તેમને જોઈને અનેક લોકો પ્રભાવિત થાય છે. તેમના આવા કામથી અનેક લોકોમાં મુસ્લિમો પ્રત્યે દ્વેષ ભાવ જન્મે છે. સ્કૂલોમાં પણ સંઘી માનસિકતાવાળા શિક્ષકો બાળકો ના મગજમાં મુસ્લિમો પ્રત્યે દ્વેષભાવ ભરે છે. આમ કરવાથી આપણા બાળકોમાં પણ નફરત અને હિંસા જેવા દુર્ગુણો આવશે તેમજ તેઓ પણ કાલે ઉઠીને કોઇ એક ધર્મના લોકોની હત્યા કરવા માટે પ્રેરિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *