18 વર્ષની રાજનીતિમાં સિંધિયાને પાર્ટી તરફથી આટલું બધું આપવા છતાં કર્યો વિશ્વાસઘાત, કોંગ્રેસે જાહેર કર્યું આખું લિસ્ટ

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીથી પોતાનો 18 વર્ષ જુનો રાજનિતિક સંબધતોડી નાખ્યો છે. મધ્યપ્રદેશનાં યુવાન નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનાં આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટી સંકટમાં તો છે પણ તેઓ અત્યંત આહત થયા છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે પાર્ટી તરફથી તેમને ઘણું બધું આપવામાં આવ્યું હતું, તેમ છત્તાં સિંધિયાએ પાર્ટી સાથે કર્યો વિશ્વાસઘાત. હોળીનાં પવિત્ર અવસર પર મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું હતું.

અને આ કારણે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પડવાની સ્થિતી ના આરે પહોંચી ગઈ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામા અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં રહીને જનસેવા કરી શકશે નહી. સાથે સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા જુથ તરફથી તેમને સન્માન ના મળવાનો પર ગંભીર આરોપ સતત લગાવવામાં આવતો રહ્યો છે. ત્યારે આ આરોપોનો કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપ્યો છે. બુધવારે સવારે મધ્યપ્રદેશ કોંગ્રેસ તરફથી સિંધિયા સાથે જોડાયેલું એક ટ્વિટ કરવામાં આવ્યું છે કે જેમાં આ ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજકીય રીતે કોંગ્રેસે શું શું આપ્યું છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા જુથ તરફથી તેમને આત્મસન્માન ના મળવાનો પર ગંભીર આરોપ સતત લગાવવામાં આવતો રહ્યો છે, તેના પર કોંગ્રેસ પક્ષે લિસ્ટ આપીને જવાબ આપ્યો છે. સાથે સાથે કોંગ્રેસે એપણ પૂછ્યું કે આટલું આપ્યા પછી પણ મોદી અને શાહની શરણમાં સિંધિયા કેમ જતા રહ્યા.આ ટ્વિટની સાથે સાથે કોંગ્રેસે જે ફોટો શેર કર્યો છે, તે અત્યંત રસપ્રદ છે, ઉલ્લેખનીય છે કે એક ફોટો ડિઝાઈન કરવામાં આવ્યો છે જેના પર ટ્રસ્ટ બ્રેક હોવાનું દર્શાવાયું છે એટલેકે કોંગ્રેસે સિંધિયાનો ભરોસો તોડવાવાળા જણાવ્યું છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા પીસી શર્માને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે નંબરગેમથી હિસાબે કઈ રીતે સરકાર બની રહેશે, તો તેમણે જણાવતા કહ્યું કે, હજૂ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક બાકી છે. નિશ્ચિતપણે એક નવી જ વાત સામે આવશે. થોડી કલાકોમાં જ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક ખબર પડી જશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે, આટલા રાજીનામા છતાં પણ કોંગ્રેસ કઈ રીતે સરકાર બચાવવામાં સફળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *