ભરતસિંહના નિવેદને ભાજપનો ઉત્સાહ વધાર્યો- 11 કોંગી ધારાસભ્યો જોડાઈ જશે ભાજપમાં

કોંગ્રેસી નેતાઓ હવે ભાજપમાં જઈને હોર્સ ટ્રેડીંગના શિકાર બની રહ્યા છે એ હવે સામાન્ય બની ગયું છે. બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે છે. કોંગ્રેસ નેતા ભરતસિંહનું એક સનસનાટીભર્યું નિવેદન બહાર આવ્યું છે. કોંગ્રેસ નેતા સિંઘનું કહેવું છે કે પાર્ટીના 11 ધારાસભ્યો એનડીએમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસ પાર્ટીમાં મોટા ભંગાણનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભરતસિંહના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ વિધાનસભા વીપક્ષના નેતા અજિત શર્મા પણ તે 11 લોકોમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા પણ પદ છોડનારા લોકોમાં છે.

કોંગ્રેસના નેતા ભરતસિંહે કહ્યું છે કે મદન મોહન ઝા હવે અશોક ચૌધરી ના રસ્તે જઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના 11 ધારાસભ્યો પૈસા આપીને ટિકિટ લઇને ચૂંટણીમાં જીત્યા હતા. તેમજ દાવો કર્યો હતો કે તેઓ બધા જ જલ્દી એનડીએમાં જોડાશે.

ભરતસિંહે કોંગ્રેસને આરજેડીથી અલગ થવાની સલાહ પણ આપી છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણી 2020 માં નબળા પ્રદર્શન બાદ બિહાર કોંગ્રેસમાં વિવાદની સ્થિતિ છે. પક્ષના નેતાઓમાં પરસ્પર મતભેદોની ચર્ચાઓ સતત બહાર આવી રહી છે.

શક્તિસિંહ ગોહિલે પ્રભારી પદ છોડ્યું
શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને બિહારના પ્રભારી પદથી મુક્ત થવાની ઈચ્છાને સંમતિ આપી છે. ગોહિલને બિહારના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરતાં ભક્ત ચરણદાસને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેલ્ખનિય કે સોમવારે શક્તિસિંહ ગોહિલે પક્ષના નેતૃત્વને બિહારના પ્રભારીની જવાબદારીથી મુક્ત કરવા અને થોડીક ‘હળવી જવાબદારી’ આપવા વિનંતી કરી હતી. કોંગ્રેસ સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની ઇચ્છા સ્વીકારી છે અને બિહારના પ્રભારીની જવાબદારીથી છૂટકારો આપ્યો છે. તેમની જગ્યાએ, હવે આ જવાબદારી ભક્ત ચરણદાસને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *