રાજકીય ક્ષેત્રે નિવેદનબાજીનો દોર ચાલતો રહેતો હોય છે ક્યારે કોઈ નેતાએ કરેલા નિવેદન બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવી જતો હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દારૂબંધીને લઈ કરેલા નિવેદન બાદ હવે ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે જેને લઈ રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે.
કોંગ્રેસ નેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો:
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટીની સરકારને આડે હાથ લીધી છે, ભરતસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, ભાજપના જ નેતાઓના નાક નીચે દારૂ વેચાય છે. દારૂઓના અડ્ડામાં ભાજપના કાર્યકરો કમિશન ખાય છે અને દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર:
નોંધનીય છે કે, બનાસકાંઠાના ખીમત ગામમાં કોંગ્રેસ નેતાએ દારૂબંધી અંગે નીતિન પટેલના નિવેદન પર જવાબ આપ્યો હતો. જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવતા કહ્યું છે કે CM રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ નેતાઓ બે મોઢાની વાત કરવા ટેવાઈ ગયા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યાનું મુખ્યમંત્રી રૂપાણીએ જ કબુલ્યું હતું અને ભ્રષ્ટાચાર બાબતે નીતિન પટેલને ખબર છે કે એ પોતે એના જવાબદાર છે. ત્યારે હવે રાજકારણમાં ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ ફરી ભારે ગરમાવો આવી ગયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી બે મોઢાની વાત કરે છે: ભરતસિંહ સોલંકી
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા દારૂબંધી માટે ટેક્સની આવક ગુમાવવા પણ તૈયાર તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, આપણું ગુજરાત દારૂબંધીને વરેલું છે, દારૂબંધી માટે રાજ્યને જો મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા માટે તત્પર છીએ. રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે. આપ સૌને ખ્યાલ છે કે, ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે અને બીજે શિફ્ટ કરી દેવામાં આવે છે.
ભાજપ નેતાઓના નાક નીચેથી દારૂ વેચાય રહ્યો છે:
અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલના આ નિવેદન બાદ રાજ્યપાલ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અનેકવાર દારૂની રેમછેલ જોવા મળી રહી છે. ત્યારે દારૂબંધી પર નાયબ મુખ્યમંત્રીએ આપેલા નિવેદન પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમને સર્મથન પણ આપવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવતા કહ્યું છે કે, ગુજરાતમાં સહિષ્ણૂતા અને ભાઈચારો છે તેનું કારણ દારૂબંધી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નીતિન પટેલની દારૂબંધીની વાતને સમર્થન આપતા રાજ્યપાલે નીતિન પટેલને અભિનંદન પણ પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.