આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવવામાં આવી હતી. તો સામે કોંગ્રેસ ના કાર્યકરો એ પોલિક વન પર પથ્થર મારો કર્યો હતો.તેમાંથી અમિત ચાવડા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કર્યો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. વિધાનસભા ગેટ 2 પર યુવા કોંગ્રેસના કેટલાક કાર્યકરો પહોંચી ગયા હતા પરંતુ તેમની પણ પોલીસે અટકાયત કરી હતી.
સત્યાગ્રહ છાવણી ખાતે વિધાનસભા કૂચ પહેલા કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા એકઠા થયા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું.
વિધાનસભામાં પણ કોંગ્રેસ મુદ્દા ઉઠાવશે
કોંગ્રેસ તા. 9મીના પ્રથમ દિવસે જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ,કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય, ડીપીએસ સ્કૂલ, છ હજાર પ્રાથમિક સ્કૂલ બંધ કરવી સહિતના મુદ્દે વિધાનસભા તરફ આગળ કૂચ કરશે. કોંગ્રેસ આ મુદ્દાઓ વિધાનસભા દરમિયાન પણ ઉઠાવીને ગૃહમાં ઉઠાવશે તેમ સૂત્રોનું કહેવું છે. પોલીસ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના સક્રિય લાગતા નેતાઓ પર બે દિવસ પહેલાંથી પોલીસે જ વોચ ગોઠવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.