Jaipur congress leader rape: જયપુરમાં કોંગ્રેસની એક મહિલા કાર્યકર્તા સાથે ગેંગરેપનો ચોકાવનારો મામલો સામે આવ્યો છે. પીડીતાએ ત્રણ યુવકો પર સ્થાનિક ચૂંટણીમાં (Jaipur congress leader rape) કોર્પોરેટરની ટિકિટ આપવાના બહાને હોટલમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
સિંધી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 35 વર્ષે પીડિતા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી છે. પીડિતા કાયમ પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં જતી રહેતી હતી. થોડા સમય પહેલા તેની મુલાકાત બબલુ નામના એક વ્યક્તિ સાથે થઈ હતી જેની પાર્ટીના નેતાઓ સાથે સારી ઓળખાણ હતી.
પીડિતાએ જણાવ્યું હતું કે 9 એપ્રિલના રોજ બબલુએ તેને જયપુર રેલવે સ્ટેશન પાસે એક હોટલમાં બોલાવી હતી. સાંજે 7:30 વાગે ત્યારે તે હોટલ પહોંચી, તો ત્યાં બબલુ સાથે વસીમ અને મુન્ના નામના બે અન્ય યુવકો પણ હતા. વાતચીત દરમિયાન કોર્પોરેટર ટિકિટની ભલામણ માટે એક કોંગ્રેસ ધારાસભ્યને ફોન પર કર્યો હતો, પરંતુ ધારાસભ્ય એ વ્યસ્ત હોવાનો હવાલો દઈ ફોન કાપી નાખ્યો હતો
પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
ત્યારબાદ બબલુએ તેને હોટલ રૂમમાં રોકાવા માટે કહ્યું. પીડિતાનો આરોપ છે કે ત્રણેય જણાય એ ભેગા મળી ખાવામાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો અને બેહોશીની હાલતમાં તેની સાથે આખી રાત ગેંગરેપ કર્યો હતો. બીજા દિવસે હોશમાં આવ્યા બાદ આરોપીઓએ તેને ધમકાવી હતી. શુક્રવારના રોજ પીડીતાએ સિંધી કેમ્પ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App