સુરતના જાગૃત યુવાનોની માંગ: કોરોના સંપૂર્ણ ખત્મ ન થાય ત્યાં સુધી ન યોજાવો જોઈએ કોઈ જાહેર કાર્યક્રમ

કોરોનાની મહામારી વચ્ચે દુનિયા સહીત ભારત અને ગુજરાતમાં જાહેર કાર્યક્રમો અને મેળાવડા, ચૂંટણી સહિતના કાર્યક્રમો સ્થગિત છે. ત્યારે સુરતમાં એક ખાનગી ટ્રસ્ટ દ્વારા પોતાના ટ્રસ્ટના સભ્યો ચૂંટવા માટેની ચૂંટણીની જાહેરાત થતા સુરતની 15 સંસ્થાઓ સહીત જાગૃત યુવાનોએ આવા કાર્યક્રમ યોજવા સામે અવાજ ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે રીતે અમદાવાદમાં સાશકો દ્વારા જાહેર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેવા કાર્યક્રમ સુરતમાં ન યોજાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી સુરતને કોરોના સામે મક્કમતાથી ઉભું રાખી શકાય.

કોરોના વાયરસ સંપૂર્ણ પણે દૂર ના થાય ત્યાં સુધી કોઈ સંસ્થાને જાહેર કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ મુકવા માટે શહેરની ૧૫ થી વધારે સંસ્થાઓએ જીલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં શહેરની ૧૫ થી વધારે સંસ્થાઓએ મળીને સુરત જીલ્લા કલેક્ટર અને સુરત મહાનગર પાલિકાના કમિશ્નર આવેદન પત્ર આપીને માંગણી કરવામાં આવી છે કે હાલની મહામારી કોવીડ-૧૯ કોરોના વાયરસ ના કપરા સમયમાં સુરત શહેરમાં કોઈપણ ટ્રસ્ટ, NGO, ક્લબ તથા અન્ય કોઈપણ સંસ્થાને જાહેર જનતાને ભેગા કરીને કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમો જેવા કે સંસ્થાની ચુંટણી, સન્માન સમારોહ, આભાર વિધી, મિટિંગ કે અન્ય કોઈપણ જાહેર કાર્યક્રમ માટેની મંજૂરી આપવામાં આવે નહીં.

આ જાગૃત યુવાનોએ રજૂઆત કરી છે કે ગત તારીખ 21 મે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ એક અખબારી યાદી મુજબ સાર્વજનિક એજયુકેશન સોસાયટી, અઠવા ગેટ, સુરત દ્વારા તારીખ ૨૬.૦૬.૨૦૨૦ ના રોજ સદર સંસ્થામાં ચુંટણી પ્રક્રિયા માટે જાહેરાત કરેલ છે. જે સંસ્થામાં મત અધિકાર ધરાવતા લોકોની સંખ્યા હજારોમાં છે. સદર સંસ્થામાં ૨૬.૦૬.૨૦૨૦ ના રોજ ચુંટણી કરવાનો આગ્રહ રાખે તો આ પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા સુરતની જનતા અને ભારતના નાગરીકો સાથે કરી રહેલ દેશ દ્રોહી પ્રવૃતિઓ તરીકે ગણી શકાય. હાલમાં એક શાકભાજીના લારી વાળા પાસે ૪ લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી શકતા તો હજારોની સંખ્યામાં લોકોને કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી શકાય એ એક મોટો સવાલ વરાછા જાગૃતિના પ્રમુખ હિતેશ જાસોલીયાએ ઉઠાવ્યો છે.

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભા ના ગુજરાત યુવા પ્રમુખ ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, આવા કપરા સમયમાં જાહેર કાર્યક્રમો કરીને લોકોને તકલીફ આપવાના પ્રયાસો કરનાર સંસ્થાના હોદ્દેદારો સામે જરૂરી એવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ ૧૫ જેટલી સંસ્થાઓ તૈયારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *