ઇન્દોર શહેરના રેસિડેન્સી વિસ્તારમાં શુક્રવારે સવારે સાત વાગ્યે દુ:ખદ ઘટનામાં એક પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એક કલાકની મહેનત બાદ જેસીબીની મદદથી બંનેની લાશ બહાર કાઢવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સંયોગીતાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંધકામનું કામ શરુ હતું. સવારે રેતીથી ભરેલા ડમ્પરને ખાલી કરવા માટે ઠેકેદાર ગોપાલ તેના 12 વર્ષના પુત્ર સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન રેતી ભરેલો ડમ્પર બાંધકામના કામ નજીક એક ઓરડામાં ફસાઈ ગયો હતો અને પલટી ગયો હતો. ડમ્પર પલટી ખાઇ ગયો ત્યારે તેની પાછળ ઊભેલા પિતા અને પુત્ર તેની નીચે દબાઈ ગયા હતા.
બંનેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. લગભગ 1 કલાક પછી, બંનેના મૃતદેહને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બંને મૃતદેહોને એમ.વાય.હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.