મુંબઈના ધારાવીમાં વસેલા સ્લમ ને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે આખી દુનિયા ઓળખે.હવે આ ઝુપડપટ્ટીમાં પણ જીવલેણ કોરોનાવાયરસ એ પોતાના દરવાજા ખખડાવ્યા છે.મુંબઈના ધારાવીમાં કોરોનાવાયરસ થી પહેલા દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
ધારાવી ને મુંબઈનો સૌથી ગીચ અને ગરીબ વસ્તીવાળો વિસ્તાર માનવામાં આવે છે. અહીંયા લગભગ ૧૫ લાખ લોકો રહે છે. આજુ પટ્ટીમાં કોરોના નો પહેલો દર્દી સામે આવ્યો હતો તેની ઉંમર ૫૬ વર્ષની હતી. પોઝિટિવ મળી આવ્યા બાદ તેનો ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું બુધવાર ની મોડી સાંજે મૃત્યુ થઈ ગયું હતું.
સંક્રમણની ફેલાવવાની આશંકા વચ્ચે તેના પરિવારના ૮ થી ૧૦ લોકોને કવારનટાઈનમાં રાખવામાં આવ્યા છે. દર્દી જ્યાં રહેતો હતો તે ઈમારતને પણ સીલ કરી દેવામાં આવી છે.
ધારાવીની ઝૂંપડપટ્ટી 613 હેક્ટર જમીન પર ફેલાયેલી છે અહીંયા વધારે રોજ ની મજૂરી અને નાના મોટા કારોબાર કરનારા લોકો રહે છે.આ વિસ્તારમાં લગભગ ૨૨ હજારથી વધારે લોકો કારોબાર કરે છે અને ફક્ત આ વિસ્તારનું ટર્ન ઓવર 10 કરોડથી વધારે છે. અહીંયા એક ઝૂંપડી ની કિંમત આ જ કારણે હવે કરોડો રૂપિયા સુધી પહોંચી ચૂકી છે.
જોકે ધારાવીને મુંબઈમાં અપરાધનું કેન્દ્ર પણ માનવામાં આવે છે અને ગેંગવોર ભાઈગીરી અહીંયાની વિશાળકાય ગલીઓ અને વસ્તુઓમાં ભરી પડેલી છે.