કોરોનાએ માતાનો પ્રેમ પણ છીનવ્યો: માતા કોરોના પોઝિટિવ હોવાથી જન્મ સાથે જ દીકરીને અલગ થવું પડયું

ભારતમાં પ્રાચીન સમયથી  માતૃ શક્તિની સ્તુતી થતી આવી છે. આપણી સંસ્કૃતિએ માતૃ શક્તિને સર્વોપરી ગણી છે. જેના દાખલાઓ કોરોનાની મહામારી વચ્ચે પણ જોવા મળી રહ્યા છે. કોરોના ભલે આખા વિશ્વને ડરાવતો હોય પરંતુ માતૃત્વ સામે તે હારી ગયો છે. વડોદરામાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી બે ઘટનાઓ તેના ઉદાહરણ છે અને આ બન્ને ઘટનાઓ રવિવારે માતૃ દિવસના રોજ બની છે.

નર્સ નયનાબેન રાઠવાએ ૧૪ દિવસથી ૧૪ મહિનાની દીકરીનું મોઢુ પણ નથી જોયુ

બાળકના જન્મ પછી બાળકને સૌથી વધુ જરૂર માતાની હોય છે અને માતા માટે પણ બાળકને ક્ષણ માટે દૂર છોડવુ શક્ય નથી હોતુ, પરંતુ ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ નયનાબેન રાઠવાએ તેની ૧૪ મહિનાની દીકરીનું ૧૪ દિવસથી મોઢુ પણ નથી જોયુ. નયનાબેનની દીકરી ગાર્ગી દાદા-દાદી પાસે છોટાઉદેપુર છે અને નયનાબેન ગોત્રી હોસ્પિટલમા કોરોનાના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે.

નયનાબેનની ૭ દિવસની ડયૂટી તો પુરી થઇ ગઇ છે પરંતુ હજુ ૭ દિવસનો ક્વોરેન્ટાઇન પીરિયડ બાકી છે એટલે તે પુરો કર્યા બાદ તેઓ છોટાઉદેપુર જશે અને ગાર્ગીને ખોળામાં લઇને રમાડી શકશે. નયનાબેનના પતિ પણ પુનિયાવાંટ પાસે રાયસિંગપુરા સરકારી દવાખાનામાં કર્મચારી છે એટલે તેઓ ત્યાં ફરજ પર છે.

૧૪ મહિનાની બાળકીને છોડીને કોરોના જેવી ભયંકર બિમારીના દર્દીઓની સારવારમાં લાગેલા નયનાબેનનું કહેવું છે કે નર્સ અને ડોક્ટર માટે કોઇ બિમારી ભયંકર નથી હોતી અમે દર્દીને દર્દીની રીતે જોઇએ છીએ અને નર્સ એટલે દર્દીની બીજી મા છે. મારા માટે ફરજનું પણ એટલુ મહત્વ છે એટલે હૃદય પર પથ્થર મુકીને મારી દીકરીને ૯૦ કિ.મી. દૂર રાખીને પણ હું ફરજ નિભાવી રહી છું.

કોરોના પોઝિટિવ મહિલાએ નોર્મલ ડિલિવરીથી સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

બાળકના જન્મ સાથે જ બાળક અને માતાને અલગ થવુ પડે તે પીડા એક માતા જ સમજી શકે પરંતુ બાળકની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યાં માતા બાળકથી થોડો સમય અલગ રહેવાની પિડા ભોગવી લે છે. ગોત્રી કોવિડ હોસ્પિટલમાં જ આજે બપોરે ૧૨.૫૨ વાગ્યે ૩૫ વર્ષની ગર્ભવતિ અનીશાબેગમ શેખે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આ પ્રસુતિ એટલા માટે વિશેષ છે કે અનીશાબેગ કોરોના પોઝિટિવ છે અને આવા સંજોગોમાં સિઝેરિયન ડિલિવરી કરવામાં આવતી હોય છે પરંતુ ગોત્રી હોસ્પિટલના ડોક્ટરોએ નોર્મલ ડિલિવરી કરાવી છે. કોરોનાના કહેર વચ્ચે ગોત્રી હોસ્પિટલમાં આજે નવી જીંદગીએ ધબકારા લેતા હોસ્પિટલ સ્ટાફમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બીજી ક્ષણે અનીશાબેગમ માટે કપરા સમયની શરૂઆત થઇ હતી કેમ કે બાળકને માતાનો ચેપ ના લાગે તે માટે બાળકને તુરંત એમઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યુ હતુ. અહી ગોત્રી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ તેની માતા બન્યો છે અને બાળકની સારસંભાળ રાખી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *