સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે પોતાનો પડધો પાડ્યો છે. અને અનેકવાર પોતાનું સ્વરૂપ બદલી ચુકેલા કોરોના વાયરસે સંક્રમણ ફેલાવવાની નવી રીત શોધી લીધી છે. કોરોના વાયરસની માનવ શરીર માં પ્રવેશવાની એક નવી જ રીત જાણવા મળી છે.
વૈજ્ઞાનિકોએ તેમના સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે, કોરોના વાયરસ હવે પ્રોટીનની મદદથી પણ શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. પ્રોટીન એ કોરોના વાયરસને પ્રવેશવા માટેનો સરળ રસ્તો કરી આપે છે. આ સંશોધન સાયન્સ જર્નલ મેગેજીનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
સંશોધન વિશે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના બાહ્ય ભાગમાં સ્પાઈક રૂપ હોય છે. તેની બાહ્ય સપાટી પર એક ખાસ પ્રોટીન છે જે માનવ શરીરમાં હાજર કોષોમાંના પ્રોટીન ‘ACE-2’ સાથે જોડાય શકે છે. આ રીતે કોરોના વાયરસ માનવ કોષની અંદર પ્રવેશ કરી રહ્યો છે અને ત્યારબાદ તેના કીટાણુંઓંની સંખ્યામાં વધારો કરે છે. ધીરે ધીરે આ જીવલેણ વાયરસ ધીમે ધીમે આખા શરીર ઉપર પોતાનો કબજો કરી લે છે.
વૈજ્ઞાનિકોએ આ અંગે બે સંશોધન કર્યા છે. આ સમયગાળા દરમિયાન, વૈજ્ઞાનિકોએ માનવ કોષોમાં હાજર ન્યુરોપિલિન-1 નામનું પ્રોટીન શોધી કાઢ્યું છે. કે જે પ્રોટીન શરીરમાં કોરોના વાયરસના રીસેપ્ટરની જેમ પણ કાર્ય કરે છે. એક રિસર્ચમાં ઇંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ન્યુરોપિલિન -1 પ્રોટીનથી શરીરમાં પ્રવેશતા કોરોના વાયરસના કીટાણુંઓંને શોધી કાઢ્યા છે.
સંશોધન અનુસાર શરીરના કોઈ સેલમાં રહેલા ન્યુરોપિલિન -1 પ્રોટીનનાં અંશ એ વાયરસ પર જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકો કહે છે કે આ ત્યારે જ શક્ય બને છે જ્યારે વાયરસમાં આ બે પ્રોટીનને ચેપ લગાડવાની ક્ષમતા હોય. જર્મની અને ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ પણ સમાન અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે શરીરમાં વાયરસના પ્રવેશની બીજી રીત ન્યુરોપિલિન -1 પ્રોટીન નામના પ્રોટીનના સ્વરૂપમાં જોવા મળે છે. આ રીતે કોરોનાએ માનવ શરીરમાં પ્રવેશવાની નવી રીત પણ શોધી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle