છેલ્લા 10 દિવસથી આ શહેરોમાં કોરોનાએ પકડ્યો ભારે વેગ- શું ફરીથી સરકારને લેવા પડશે કઠોર નિર્ણય? -જાણો અહીં

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે, સતત ત્રીજા દિવસે, સક્રિય કેસમાં વધારો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 હજાર 824 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. 13 હજાર 788 લોકોમાં રિકવરી આવી છે અને 113 લોકોનાં મોત થયાં. આ રીતે, સક્રિય કેસોમાં 2,921 નો વધારો થયો છે. અગાઉ બુધવારે 3,260 અને મંગળવારે 1,781 સક્રિય કેસ નોંધાયા હતા.

જો તમે આંકડા પર નજર નાખો તો દેશના 180 થી વધુ જિલ્લાઓમાં ફરીથી કોરોના દર્દીઓની સંખ્યા વધવા માંડી છે. જો કે, એવા જિલ્લાઓ પણ છે કે જ્યાં છેલ્લા 10 દિવસની અંદર કોરોના દર્દીઓની સંખ્યા સીધી બમણી થઈ ગઈ છે. જેમાં મહારાષ્ટ્રના મહત્તમ 6 જિલ્લા, પંજાબના 5, કેરળ અને ગુજરાતના 4-4 અને મધ્યપ્રદેશના 3 જિલ્લાનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં 1.11 કરોડ લોકોને લાગ્યો ચેપ:
દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1 કરોડ 11 લાખ 73 હજારથી વધુ લોકોને અસર થઈ છે. તેમાંથી 1 કરોડ 8 લાખ 38 હજાર લોકો સાજા થઇ ગયા છે, જ્યારે 1 લાખ 57 હજાર 584 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યારે 1 લાખ 73 હજાર 364 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વાત ગુજરાતની…
સમગ્ર રાજ્યભરમાં ચુંટણીનો માહોલ હતો અને ઠેરઠેર લોકોના ટોળે ટોળા ભેગા થઇ રહ્યા હતા અને કોરોનાને વિગ આપી રહ્યા હતા. પરંતુ ચૂંટણી પૂરી થતા જ રાજ્યમાં કોરોનાએ વિગ પકડ્યો છે. ગુજરાતના ચાર શહેરોમાં કોરોના છેલ્લા 10 જ દિવસમાં ડબલ થઇ ગયો છે. ગઈકાલે 475 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. અને 358 લોકો સજા પણ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 71 હજાર 245 લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 2 લાખ 64 હજાર 195 લોકો સાજા થયા છે, જ્યારે 4,412 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને હાલમાં 2,638 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં સરકાર શું કરી શકે છે?
હાલ ભીડભાડ વાળા શહેરોમાં કોરોનાએ વેગ પકડ્યો છે. અને આવી પરિસ્થિતિમાં સરકારે યોગ્ય પગલા ભરવા જોઈએ તેવું લોકોનું માણવું છે. પરંતુ દેશના મોટા ભાગના લોકો કોરોના સામે લડીને પાછા પણ ફર્યા છે. અને હાલ કોરોનાનું રશીકરણ પણ ચાલી રહ્યું છે. દરેક વડીલ અને મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. આ પરીસ્થીતીમાં સરકાર લોકોને એજ કહી રહી છે કે, જાહેરમાં હજી પણ માસ્ક પહેરો અને હંમેશા કોરોનાના દરેક નિયમોનું પાલન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *